Sun,08 September 2024,11:15 am
Print
header

શું બે મહાસત્તાઓ વચ્ચે થશે યુદ્ધ ? અમેરિકી ડ્રોનની રશિયન જેટ સાથે થઇ ટક્કર

વોશિંગ્ટનઃ અમેરિકી સેનાએ કહ્યું છે કે રશિયાના બે એસયુ-27 લડાકુ વિમાનોએ કાળા સમુદ્ર પર તેના એમક્યૂ-9 રીપર ડ્રોન પર ઈંધણ રેડ્યું હતું અને ત્યારબાદ તેની સાથે અથડાયું હતું, જેને કારણે યુએસનું ડ્રોન ક્રેશ થઈ ગયું હતું. "રશિયાના બે એસયુ-27 લડાકુ વિમાનોએ માનવરહિત એમક્યુ-9 રીપરને આંતરરાષ્ટ્રીય જળસીમા ઉપર અટકાવ્યું હતું. આ અથડામણ પહેલા ઘણી વખત બંને રશિયન એસયુ -27 વિમાનોએ અમેરિકન એમક્યુ -9 રીપર ડ્રોન પર બળતણ ફેંક્યું હતું. રશિયાએ પોતાના નિવેદનમાં કોઈ પણ પ્રકારની અથડામણનો ઈનકાર કર્યો છે કહ્યું છે કે અમેરિકી ડ્રોન તેની રીતે જ પાણીમાં પડી ગયું હતું.

અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ વોશિંગ્ટનમાં પત્રકારોને જણાવ્યું કે કાળા સમુદ્ર પર રશિયન ઇન્ટરસેપ્ટ્સ સામાન્ય છે, પરંતુ આ ઘટના એટલા માટે ધ્યાનમાં લેવા જેવી છે કારણ કે તે રશિયન વિમાનો તરફથી અસુરક્ષિત વલણ હતું, બ્રસેલ્સમાં નાટોના રાજદ્વારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. 

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર શરૂ કરેલા યુદ્ધને  કારણે મોસ્કો અને પશ્ચિમી નાટો સૈન્ય જોડાણ વચ્ચે સીધો ટકરાવ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નાટો કિવને પોતાના રક્ષણ માટે મદદ કરી રહ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં પૂર્વીય પોલેન્ડમાં મિસાઇલ હુમલાના સમાચારથી નાટો અને રશિયા વચ્ચે સીધો ટકરાવ થવાની સંભાવના થોડા સમય માટે વધી ગઈ હતી. નાટોના દેશોએ પાછળથી તારણ કાઢ્યું હતું કે તે યુક્રેનિયન એર ડિફેન્સ મિસાઇલ છે. ટેકનિકલ ખામીને કારણે આકસ્મિક રીતે પોલેન્ડની સરહદમાં પડી ગયેલી મિસાઇલ રશિયન મિસાઇલ ન હતી. યુનાઇટેડ સ્ટેટ્સ સર્વેલન્સ અને હુમલા બંને માટે એમક્યુ -9 રીપર ડ્રોનનો ઉપયોગ કરે છે, અને લાંબા સમયથી રશિયન નૌકાદળ દળો પર નજર રાખીને કાળા સમુદ્ર પર તેનું સંચાલન કરે છે.

રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે યુએસ ડ્રોન તેમની સરહદ નજીક ઉડાન ભરી રહ્યું હતું અને રશિયન અધિકારીઓ દ્વારા પ્રતિબંધિત સરહદ તરીકે જાહેર કરાયેલા વિસ્તારમાં પ્રવેશ્યું હતું. રશિયન સૈન્યએ ડ્રોનને રોકવા માટે ફાઇટર જેટ તૈનાત કર્યાં હતા અને ઝડપથી વળ્યાં બાદ ડ્રોન પાણીમાં પડી ગયું હતું. એમક્યુ-9 રીપર ડ્રોન અમેરિકી સેના દ્વારા ઉપયોગમાં લેવાતા સૌથી અપડેટેડ માનવરહિત વિમાનોમાંનું એક છે. તે સૌથી એડવાન્સ સેન્સર, કેમેરાથી સજ્જ છે. અમેરિકાની વાયુસેનાના જણાવ્યાં અનુસાર, રીપર ડ્રોનને હેલફાયર મિસાઇલો તેમજ લેસર-ગાઇડેડ બોમ્બથી સજ્જ કરી શકાય છે અને તે 1,100 માઇલ (1,770 કિલોમીટર)થી વધુની ઉંચાઇ પર 15,000 મીટર (50,000 ફૂટ) સુધી ઉડાન ભરી શકે છે. હવે જોવું રહ્યું અમેરિકા રશિયા સામે શું વલણ અપનાવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch