Sat,27 April 2024,5:53 pm
Print
header

ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત

વોંશિગ્ટનઃ એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડના સમાચાર દેશ અને દુનિયાભરમાં હેડલાઇન્સ બની રહ્યાં છે. સાથે જ અમેરિકા પણ આ મામલે હસ્તક્ષેપ કરી રહ્યું છે. અમેરિકાએ આ ધરપકડને લઈને નિવેદન આપ્યું હતું. અમેરિકાએ કહ્યું હતું કે અમે કેજરીવાલની ધરપકડ પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ.

સીએમ કેજરીવાલની ધરપકડ પર અમેરિકાએ પ્રતિક્રિયા આપી

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરને પૂછવામાં આવ્યું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અમેરિકા શું વિચારે છે, તેમને કહ્યું કે અમેરિકા આ ​​બાબત પર ગંભીર નજર રાખી રહ્યું છે. જ્યારે તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે સરકારે તેમના કેટલાક બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે, ત્યારે તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે આ મુદ્દાની નિષ્પક્ષતા અને પારદર્શિતા સાથે તપાસ થાય.

ભારત સરકારે અમેરિકન અધિકારીની પૂછપરછ કરી

આ પહેલા વિદેશ મંત્રાલયે અમેરિકા દ્વારા સીએમ કેજરીવાલની ધરપકડ અને દેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવા પર ટિપ્પણી કરવા બદલ અમેરિકાના કાર્યકારી ડેપ્યુટી ચીફ ઓફ મિશન ગ્લોરિયા બર્બેનાને સમન્સ પાઠવ્યું હતું. તેમની 40 મિનિટ સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

ભારત સરકારે કહ્યું કે એકબીજાની સાર્વભૌમત્વ અને આંતરિક બાબતોનું સન્માન કરવાની જરૂર છે. અમેરિકા ઉપરાંત જર્મનીએ પણ  કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરી હતી.

સીએમ કેજરીવાલની મુશ્કેલી વધી

દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માની બેંચે ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર અને ED રિમાન્ડ સામે EDને નોટિસ જારી કરી હતી અને તેને 2 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch