Sat,04 May 2024,11:54 am
Print
header

કેલિફોર્નિયામાં ભયાનક વાવાઝોડાને કારણે વિનાશ, પૂર અને ભૂસ્ખલનના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત

લોસ એન્જલસઃ કેલિફોર્નિયામાં વાવાઝોડાની સાથે ભારે વરસાદ પડ્યો છે.તોફાની વરસાદને કારણે કરોડો ડોલરનું નુકસાન થયું છે. એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં પશ્ચિમ કિનારે અથડાનાર બીજું પાઈનેપલ એક્સપ્રેસ વાવાઝોડું કેલિફોર્નિયામાં લેન્ડફોલ થયું છે. વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ પડતા પૂર અને ભૂસ્ખલનની સ્થિતી ઉભી થઇ છે.થોડા દિવસો પહેલા દક્ષિણ કેલિફોર્નિયામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ત્યાર બાદ વાવાઝોડા પાઈનેપલ એક્સપ્રેસએ રાજ્યમાં તબાહી મચાવી છે.

લોકોને ડ્રાઇવિંગ મર્યાદિત કરવા અપીલ

કેલિફોર્નિયા અને દક્ષિણ-પશ્ચિમ એરિઝોનાના ભાગોમાં પૂર અને ભારે પવનને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં 3 કરોડથી વધુ લોકો રહે છે. પૂર, જોરદાર પવનની  સ્થિતિને જોતા લોકોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યાં છે. લોકોને શક્ય એટલું બહાર ન જવા અને ડ્રાઇવિંગ મર્યાદિત કરવા વિનંતી કરાઇ છે.

રાષ્ટ્રીય હવામાન વિભાગે આપી છે ચેતવણી 

નેશનલ વેધર સર્વિસ (NWS) અનુસાર રવિવારથી સમગ્ર લોસ એન્જલસમાં 10 ઇંચ (25.4 સેમી) થી વધુ વરસાદ પડ્યો છે. આ પ્રદેશ જે દેશના બીજા સૌથી મોટા શહેરનું ઘર છે, ત્યાં હજુ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. NWS દ્વારા પોસ્ટ કરવામાં આવેલી ઓનલાઈન સૂચના અનુસાર પૂરની સ્થિતી ચિંતાજનક બની શકે છે, અહીં અનેક કરોડો ડોલરનું નુકસાન થયું છે, અનેક ઇમારતો અને ગાડીઓને નુકસાન થયું છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch