Sat,27 April 2024,7:01 am
Print
header

ઉમિયાધામમાં વધશે સુવિધાઓ, રૂપિયા 1500 કરોડના ખર્ચે થશે વિકાસના કામો

વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ભવ્ય શિખરબંધ મંદિર તૈયાર કરવામાં આવશે

એસ જી હાઇવે ટચ 80 હજાર ચોરસવારની જગ્યા પર વિકાસ પ્રોજેક્ટનું આયોજન

ઉમિયાધામમાં મંદિર, શિક્ષણ સંકુલ, હોસ્પિટલ, પાર્ટી પ્લોટ અને અત્યાધુનિક બેન્કવેટ હોલનું થશે નિર્માણ

બહારથી આવતા લોકો માટે ભોજનાલય અને વિશ્રાંમ ગૃહ પણ તૈયાર થશે

અમદાવાદનું ઉમિયાધામ માત્ર કડવા પટેલ જ નહીં પણ તમામ જ્ઞાતિઓ માટે કામ કરશે

હોસ્ટેલમાં એક જ છત નીચે એક સાથે 1200 થી વધારે વિદ્યાર્થીઓ રહી શકશે. 

કડવા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ સહિત અન્ય જ્ઞાતિના જરુરિયાત મંદ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહી શકશે.

એક સાથે 250 વિદ્યાર્થીઓ રહી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. 

હોસ્ટેલમાં ઇ લાયબ્રેરી અને અત્યાધુનિક સ્પોર્ટસ સેન્ટર તૈયાર કરવામાં આવશે

જીપીએસસી અને યુપીએસસી પરીક્ષાની તૈયારીઓ માટે ખાસ આયોજન કરાશે

અમદાવાદઃ એસ જી હાઇવે પર આવેલા ઉમિયા ધામનું  શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા અમદાવાદ વિકાસ પ્રોજેક્ટ હેઠળ રુપિયા 1500 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. 80 હજાર ચોરસવારની જગ્યામાં ભવ્ય મંદિર, શિક્ષણ સંકુલ, હોસ્પિટલ, પાર્ટી પ્લોટ અને અત્યાધુનિક બેન્કવેટ હોલનું નિર્માણ થશે, બહારથી આવતા લોકો માટે ભોજનાલય અને વિશ્રાંમગૃહ ઉમિયા ધામ કેમ્પસમાં તૈયાર થશે. અમદાવાદ વિકાસ પ્રોજેક્ટની આજે જાહેરાત કરવામાં આવી હતી.આ અંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા પત્રકાર પરિષદમાં તમામ વિગતો આપવામાં આવી હતી. 

હાલના મંદિરના સ્થાને ભવ્ય શિખરબંધ મંદિર તૈયાર કરવામાં આવશે. જે ભવ્ય મંદિરો પૈકીનું એક મંદિર હશે. બેઝમેન્ટમાં એક હજાર કાર પાર્ક થઇ શકે તેવુ આયોજન કરાયું છે. સાથે ઉમિયાધામમાં ચાર પ્રવેશ દ્વાર રહેશે.અહીયા વિશ્રાંમ ગૃહ અને ભોજનાલયમાં તમામ નાત જાતના લોકો આવી શકશે. હોસ્ટેલમાં એક જ છત નીચે એક સાથે 1200 થી વધારે વિદ્યાર્થીઓ રહી શકશે. જેમાં ક઼ડવા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ સહિત અન્ય જ્ઞાતિના જરુરિયાત મંદ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહી શકશે. 13 માળની હોસ્ટેલમાં  400 થી વધારે રૂમ તૈયાર કરવામાં આવશે.એક સાથે 250 વિદ્યાર્થીઓ રહી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે. સાથે હોસ્ટેલમાં ઇ લાયબ્રેરી અને અત્યાધુનિક સ્પોર્ટસ સેન્ટર પણ તૈયાર કરવામાં આવશે. 

હાલ સોલા ખાતે ચાલતા ઉમિયા કેરીયર ડેવેલોપમેન્ટ કાઉન્સીલીગ સેન્ટરને વધુ આધુનિક બનાવવામાં આવશે.જ્યાં જીપીએસસી અને યુપીએસસી પરીક્ષાની તૈયારીઓ માટે ખાસ આયોજન કરાયું છે. આજના સમયની માંગને ધ્યાનમાં રાખીને પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલનું પણ નિર્માણ કરવામાં આવશે. આગામી 13મી ડીસેમ્બર 2021થી ધાર્મિકોત્સવ સાથે તૈયારીઓ શરુ કરવામાં આવશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar