Sat,27 April 2024,12:17 am
Print
header

નવરંગપુરાની કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં અડધી રાત્રે લાગેલી આગમાં 8 દર્દીઓનાં મોત, મૃતકોનાં પરિવારજનોમાં રોષ

હોસ્પિટલ પાસે ફાયર NOC ન હતી, ફાયર સેફ્ટીના સાધનો પણ જૂના પડ્યાં હતા

અમદાવાદઃ શહેરમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં રાતના 3.30 વાગ્યાની આસપાસ ભયાનક આગ લાગી હતી, જેમાં કોવિડના 8 દર્દીઓનાં મોત થઇ ગયા છે, 5 પુરૂષો અને 3 મહિલાઓનાં મૃત્યું નિપજ્યાં છે. આગ બાદ અહીં દોડધામ મચી ગઇ હતી, ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે, પરંતુ 8 લોકોને બચાવી શકાયા નથી. 

આગ લાગવાથી હોસ્પિટલ ખાલી કરાવી દેવામાં આવી છે. ICU વોર્ડ આગમાં ખાખ થઇ જતા 25થી વધુ કોવિડ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયાં છે અને પોલીસ દ્વારા હોસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરાઇ છે, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. 

આગની ઘટના બાદ સીએમ વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યું છે, મૃતકોનાં પરિવારજનોને 4-4 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરીને તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ હોસ્પિટલ પહોંચ્યાં છે અને ઘટનાની તપાસની વાત કરી છે. બીજી તરફ આ બનાવ બાદ મૃતકોના પરિવારજનોમાં આક્રોશ ફેલાઇ ગયો છે. હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, અહી ફાયર સેફ્ટીના સાધનો જૂના પડ્યાં હતા,અને એનઓસી પણ હતી નહીં, કોર્પોરેશન પણ હોસ્પિટલ સામે કાર્યવાહી કરશે.

મૃતકોનાં નામ
 
નવનીતભાઇ શાહ (80 વર્ષ)
લીલાબેન શાહ (72 વર્ષ)
નરેન્દ્રભાઇ શાહ (61 વર્ષ)
અરવિંદભાઇ ભાવસાર(78 વર્ષ)
જ્યોતિ સિંધી  (55 વર્ષ)
મનુભાઈ રામી (82 વર્ષ)
આઈશાબેન તિરમીઝિ (51 વર્ષ)
આરિફ મંસૂરી (42 વર્ષ)

 

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar