Sat,27 April 2024,3:16 am
Print
header

રામોલના PI કે.એસ.દવે સામે અરજી, જવાબ લખાવવા આવેલા વ્યક્તિને મારવામાં આવ્યો માર

અમદાવાદઃ શહેરમાં વધુ એક પોલીસકર્મી વિવાદમાં આવ્યાં છે, આ વખતે રામોલના પીઆઇ કે.એસ. દવે પર સનસનીખેજ આરોપ લગાવતી એક અરજી કરવામાં આવી છે, હંસપુરામાં રહેતા સુરેશભાઇ ઇશ્વરભાઇ પટેલનો દિકરો રામોલમાં રહેતી કોઇ યુવતી સાથે ફરાર છે આ કેસમાં સુરેશભાઇને ગત 11 તારીખ, શુક્રવારના દિવસે રામોલ પોલીસ સ્ટેશનમાં બોલાવ્યાં હતા અને પૂછપરછ દરમિયાન તેમની સાથે અયોગ્ય વર્તન કરીને અન્યને કહીને તેમને માર મરાવવામાં આવ્યો હોવાની અરજી ડીસીપી ઝોન-5 અચલ ત્યાગી અને રામોલ પોલીસ સ્ટેશનમા આપવામાં આવી છે.

એક પીઆઇની દબંગાઇ સામે સુરેશભાઇ ન્યાય ઝંખી રહ્યાં છે તેમના કોઇ પણ પ્રકારના વાંક વગર પોલીસે તેમને વર્દીનો ખોટો પાવર બતાવ્યો છે જેથી આ કેસની તપાસ કરીને જવાબદાર પીઆઇ સામે કાર્યવાહી કરવાની માંગ છે. અગાઉ પણ રામોલ પોલીસ કોઇને કોઇ રીતે વિવાદમાં રહી છે આ મામલે અમે ડીસીપી અચલ ત્યાગીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો નથી, હવે જો સુરેશભાઈને ન્યાય નહીં મળે તો રાજ્ય પોલીસ વડા સુધી પીઆઇ દવેના કારનામા ઉજાગર કરવાની સુરેશભાઇ અને તેમના નજીકના સગાસંબંધીઓએ તૈયારી દર્શાવી છે. ત્યારે પોલીસની છબી ખરાબ કરનારા પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી થાય તે જરૂરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar