Sat,27 April 2024,2:43 am
Print
header

તમે પણ સુંદર યુવતીના શિકાર બની શકો છો, મિત્રતાના નામે ફ્લેટમાં લઇ જઇને થઇ રહ્યું છે આ કામ

અમદાવાદઃ ઇન્ટરનેટના વધુ વપરાશની સાથે સાથે કેટલીક ડેટિંગ સાઇટોનો પણ રાફડો ફાટ્યો છે. જ્યાં યુવાનો અને યુવતીઓ એકબીજાના સંપર્કમાં આવે છે, સોશિયલ મીડિયા અને ડેટિંગ સાઇટ મારફતે છોકરાઓ અને છોકરીઓ એકબીજાની સાથે મિત્રતા કેળવીને શારિરીક સંબંધો સુધી પહોંચી જતા હોય છે, પરંતુ શરીર સુખની લાલચમાં ડેટિંગ સાઇટો પર હવે ખાસ કરીને વેપારીઓ શિકાર બની રહ્યાં છે, હની ટ્રેપની ઘટનાઓ વધી છે.

અમદાવાદમાંથી પકડાયેલી યુવતી અને તેના સાથીઓએ આવી રીતે 7 જેટલા લોકોને શિકાર બનાવ્યાં છે. જેમા મોટાભાગના વેપારીઓ છે.બદનામ કરવાની ધમકી આપીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યાં છે. 

પહેલા તો ટિન્ડર એપની મદદથી દક્ષા નામની આ યુવતી લોકોને પોતાની પ્રેમજાળમાં ફસાવીને મિત્રતા કેળવતી હતી અને બાદમાં તેમને નક્કિ કરેલા ફ્લેટમાં બોલાવીને પોતાના કપડા ઉતારી નાખતી હતી અને બાદમાં જે તે વ્યક્તિને બ્લેકમેઇલ કરીને યુવતીના સાથીઓ તેને દમ મારતા હતા.

હનીટ્રેપના આરોપીઓમાંથી એક પોલીસ યુનિફોર્મમાં નકલી પોલીસ બનીને આવીને જે તે પીડિતને દમ મારતો અને લાખો રૂપિયા પડાવી લેતા હતા, હનીટ્રેપના કેસમાં દક્ષા દેસાઇ અને કમલેશ ગોહિલે સુરતના બે વેપારીઓ પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી, અને બે વેપારીઓને માર માર્યો હતો. જેમાં 20 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યાં હતા.

ઓઢવ પોલીસે આ કેસમાં મનોજ પરમાર, રાજુ ભરવાડ, રોહિત સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે, આ કેસમા દક્ષા અને કમલેશની ધરપકડ પછી હનીટ્રેપનો મામલો ચર્ચાઇ રહ્યો છે. ત્યારે લોકોએ પણ આવી ગેંગથી સાવચેત થઇ જવાની જરૂર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar