Sat,04 May 2024,6:57 am
Print
header

અમદાવાદ એરપોર્ટ પર દાણચોરો ફરી સક્રિય, આવી રીતે ક્રાઇમ બ્રાન્ચે સોનું લઇને આવેલા આરોપીઓને ઝડપી પાડ્યાં

અમદાવાદઃ છેલ્લા થોડા જ દિવસોમાં અમદાવાદ એરપોર્ટ પરથી અનેક વખત સોનું ઝડપાયું છે, દેશમાં સોનાના ભાવ વધવાની સાથે દાણચોરીના કેસ વધી રહ્યાં છે. હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 700 ગ્રામ સોનું લઇને જઇ રહેલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આ સોનું શારજહાંથી કેરિયર મારફતે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યું હતુ. પોલીસે આશિષ કુંકડિયા, સોની અનંત શાહ સહિતના આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપી આશિષ કુકડીયા જૂનાગઢનો છે અને તે કેરિયર તરીકે કામ કરતો હતો, રામજી નામના શખ્સે આશિષનો સંપર્ક અનંત શાહ સાથે કરાવ્યો હતો અને આશિષ અનેક વખત દુબઇથી સોનું લઇ આવ્યો હતો, પરંતુ આ વખતે પકડાઇ ગયો છે.

અંદાજે રૂપિયા 48 લાખનું સોનું કરાયું જપ્ત

આ વખતે સર્જિકલ ટેપમાં વીંટાળીને લાવ્યાં હતા સોનું

આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સોનું લાવી રહ્યાં હતા, જેમાં પકડાયેલા નવઘણ ઠાકોર, કલ્યાણ પટેલ અને નીલેશ દેસાઇ પોલીસ અને કસ્ટમ અધિકારીઓની ગતિવિધીઓ પર ધ્યાન રાખતા હતા અને સોનું બહાર કાઢતા હતા. આ ત્રણેય અનંત શાહ માટે કામ કરતા હતા.

દુબઈથી રામજી નામનો શખ્સ અમદાવાદથી આવેલા કેરિયરને કેમિકલયુક્ત પેસ્ટ અને પાઉડરના સ્વરૂપમાં સોનું આપી દેતો હતો જે અહીં અનંત શાહને મળતું હતુ, આવી અનેક ટ્રીપ કેરિયરે કરી હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch