Sun,05 May 2024,10:57 pm
Print
header

ફાયર બ્રિગેડ જવાને પક્ષીને બચાવવા જતા પોતાનો જીવ ગુમાવ્યો, હાઈ ટેન્શન વાયરને કારણે થયું મોત

અમદાવાદઃ શહેરમાં એક દુઃખદ ઘટના બની છે. પક્ષીને બચાવવા આવેલા એક જવાનનું વીજ કરંટ લાગવાથી મોત થયું છે. બોપલ ઘુમા રોડ પર સ્થિત દેવ રેસિડેન્સી પાસે એક પક્ષીને બચાવવા માટે ફાયર બ્રિગેડને ફોન આવ્યો હતો, ત્યારબાદ ફાયર બ્રિગેડ ટીમના સભ્ય અનિલ પરમાર ત્યાં પહોંચ્યાં હતા. પક્ષીને બચાવતી વખતે હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતા અનિલ પરમારનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

હાઈ ટેન્શન વાયરમાં ફસાયેલા પક્ષીને બચાવતા પહેલા લાઈન કેમ બંધ ન કરાઈ તે અંગે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. મૃતક અનિલ પરમાર સાણંદના રહેવાસી હતા. અનિલ પરમારના પરિવારમાં તેમની પત્ની અને એક બાળક છે. અનિલભાઇ પક્ષીને નીચે ઉતારવા ઉપર ચઢ્યાં હતા અને જ્યારે તેમનો હાથ હાઈ ટેન્શન વાયરને અડી ગયો અને તેમના શરીરમાં તરત જ આગ લાગી ગઈ હતી. ત્યાં હાજર તેમના સ્ટાફે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ બચાવી શક્યા ન હતા.

આ દુર્ઘટના બાદ સવાલો ઉઠી રહ્યાં છે કે જો રેસ્ક્યુ કોલ દરમિયાન હાઈ ટેન્શન લાઈન બંધ કરીને બચાવ કાર્ય શરૂ કરવામાં કોઇની બેદરકારી છે કે નહીં, પહેલા લાઈન કેમ બંધ કરવામાં ન આવી ? 

નોંધનીય છે ઉત્તરાયણ પર પતંગની દોરી છત, ઝાડ અને વાયરો પર અટવાઈ જવાને કારણે મોટી સંખ્યામાં પક્ષીઓ આ તારમાં ફસાઈ જાય છે. આવી સ્થિતિમાં અનેક સંસ્થાઓ પક્ષીઓને બચાવવા અભિયાન ચલાવે છે. આ વર્ષે પતંગની દોરીથી કબૂતર, મોર અને કાગડા સહિત 2,773 પક્ષીઓ ઘાયલ થયા હતા, જેમાંથી 2,619 પક્ષીઓને બચાવી લેવાયા હતા. 154 પક્ષીઓના મોત થયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch