Mon,06 May 2024,1:33 am
Print
header

પુસ્તક અને રમકડાંની આડમાં અમદાવાદમાં લવાતું હતુ ડ્રગ્સ, કેનેડા કનેક્શન આવ્યું સામે- Gujarat Post

અંદાજે 46 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

પુસ્તકો અને રમકડાંની આડમાં થતી હતી હેરાફેરી

અમદાવાદઃ ભારત-કેનેડા વચ્ચે ચાલતા વિવાદ વચ્ચે અમદાવાદમાંથી કેનેડાથી સપ્લાય થતું ડ્રગ્સ ઝડપાયું છે. જેને લઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો ખુલાસો થયો છે. દેશભરમાં રમકડાં અને પુસ્તકોની આડમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતુ હતું.

ડ્રગ્સનું લિક્વિડ ફોર્મ બનાવીને બુકના પેજ પર લગાવીને અમદાવાદ મોકલાતું હતુ

અમદાવાદ સાયબર ક્રાઇમ, કસ્ટમ વિભાગે સંયુક્ત ઓપરેશન પાર પાડીને 2.31 લાખ રૂપિયાનું કોકેઈન અને 46 લાખની કિંમતના 5.97 કિલો કેનાબીજ કબ્જે કર્યાં છે.પુસ્તકની આડમાં ડ્રગ્સની હેરાફેરી થઇ રહી હતી. આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની મારફતે તેને ટ્રાન્સફર કરાતું હતું. ડાર્ક વેબથી ઓર્ડર આપી ડ્રગ્સ મેળવાતું હતું. સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે મોટી સંખ્યામાં બુક્સ અને રમકડા પકડ્યાં છે. ડ્રગ પેડલર્સ અને ખરીદનારાઓને ટ્રેસ કરી લેવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

હાલમાં આ કેસની વધુ તપાસ થઇ રહી છે, આ કેટલાક સમયથી ચાલી રહ્યું હતુ, તેની તપાસ થઇ રહી છે. આ રેકેટમાં સંડોવાયેલા શખ્સોની શોધખોળ થઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch