Sat,27 April 2024,8:26 am
Print
header

માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થૂંકનાર અમદાવાદીઓ સાવધાન, હવે 500 રૂપિયાનો દંડ ફટકારાશે

પ્રતિકાત્મક ફોટો

અમદાવાદઃ શહેરમાં કોરોના વાઇરસના કેસોમાં મોટો ઘટાડો થયો છે અને હવે કોરોનાનું સંક્રમણ આગળ ન વધે તે માટે કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં માસ્ક વગર બહાર ફરતા લોકોને હવે 200ની જગ્યાએ 500 રૂપિયા દંડ કરવામાં આવશે. કોર્પોરેશનની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઇ વ્યક્તિ જાહેરમાં થુંકશે તો પણ તેને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જનતાના આરોગ્યને લઇને આ મહત્વનો નિર્ણય કરાયો છે. 

પાન-મસાલાની દુકાનો પરથી કોરોનાનું સંક્રમણ વધુ થતું હોય છે, જેથી જો કોઇ પાન-મસાલાની દુકાનની આસપાસ ગંદકી હશે તો દુકાનધારકને જ 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ત્યારે હવે કોરોનાની લડાઇને મજબૂત કરવા સૌ કોઇએ નિયમોનું પાલન કરવું જરૂરી છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar