Mon,06 May 2024,1:35 am
Print
header

DRI નું ઓપરેશન...પોર્ટ બાદ અહીંયાથી પણ ડ્રગ્સની હેરાફેરી થઇ રહી છે, અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્ષમાંથી ઝડપાયું રૂ.25 કરોડનું ડ્રગ્સ

અમદાવાદઃ કોંગ્રેસે હાલમાં જ કહ્યું હતુ કે ગુજરાત પણ પંજાબની જેમ ઉડતા ગુજરાત થઇ રહ્યું છે અને આજે અમદાવાદ એર કાર્ગોમાંથી DRI એ કેટામાઇન ઝડપી પાડ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત 25 કરોડ રૂપિયા જેટલી થાય છે, અંદાજે 50 કિલો કેટામાઇન ઝડપાયા બાદ ફરીથી ડ્રગ્સની હેરાફેરીને લઇને સવાલ ઉભા થઇ રહ્યાં છે. અત્યાર સુધી પોર્ટ પરથી ડ્રગ્સની હેરાફેરી થઇ રહી હતી, હવે એર કાર્ગો દ્વારા પણ ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.

ડીઆરઆઇએ બાતમીને આધારે આ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે, આ ડ્રગ્સ બેંગકોંક અને થાઇલેન્ડ મોકલવાની તૈયારીઓ થઇ રહી હતી અને ત્યારે જ ડીઆરઆઇએ દરોડા કરીને ડ્રગ્સ જપ્ત કરી લીધું છે.

દહેગામના જલુન્દ્રાની ફેક્ટરીમાં તૈયાર કરાયું હતું આ ડ્રગ્સ

મેઘાશ્રી એગ્રીફાર્મા કંપનીના પાર્સલ કરાયા જપ્ત

એરપોર્ટ એર કાર્ગોમાંથી આ જથ્થો 'હાઇડ્રોક્સિલિમાઇન હાઇડ્રોક્લોરાઇડ દર્શાવીને વિદેશમાં મોકલવામાં આવી રહ્યો હતો, પરંતુ એફએસએલની ટીમે તપાસ કરી તો આ કેટામાઇન હોવાનું સામે આવ્યું અને ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે, ડીઆરઆઇ અને ગાંધીનગર પોલીસે અહીં પહોંચીને આ ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ડ્રગ્સ મોકલવા પાછળ કયા મોટા માથાઓ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે, અહીંથી પહેલા પણ આ જથ્થો આવી રીતે બહાર મોકલવામાં આવ્યો હતો કે કેમ તેની પણ તપાસ જરૂરી છે, અત્યાર સુધી પોર્ટ મારફતે ડ્રગ્સ માફિયાઓ નશીલા પદાર્થોની હેરાફેરી કરતા હતા, હવે તેઓ એર કાર્ગોનો પણ ઉપયોગ કરતા થયા છે.

ગાંધીનગર નજીક નાની ફેક્ટરીમાં આ ડ્રગ્સનો જથ્થો તૈયાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે,અહીંયા પણ તપાસ કરાઇ હતી. બાદમાં એર કાર્ગોમાંથી આ જથ્થો જપ્ત કરાયો છે. NDPS એક્ટ 1985ની જોગવાઈ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે, આ ડ્રગ્સકાંડમાં મોટા માથાઓને પોલીસ શોધી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch