Thu,16 May 2024,4:54 pm
Print
header

આટલો પ્રેમ છંતા પત્નીની બેવફાઇ, રેખાનો R અને કુલદીપનો K એમ મળીને RK નામની કંપની બનાવી હતી, છેલ્લે પતિએ કરવી પડી આત્મહત્યા- Gujarat Post

અમદાવાદઃ સવા વર્ષ પહેલા વડોદરાથી અમદાવાદ બિઝનેસ માટે આવીને સ્થાયી થયેલા કુલદીપ શર્માએ વડોદરા જઇને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.આ મામલે FSLનો રિપોર્ટ આવી ગયો છે, જેમાં તેમના પત્ની રેખા અને કેટલાક વ્યાજખોરો સહિત 7 લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા સહિતની કલમો બેઠળ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવામાં આવ્યો છે. બિઝનેસમેન કુલદીપ શર્માએ આત્મહત્યા પહેલા સ્યૂસાઇડ નોટ લખી હતી. તેમાં મોત માટે પત્નીની બેવફાઇ અને વ્યાજખોરોને જવાબદાર ઠેરવ્યાં હતા. કુલદીપે પત્ની અને પોતાના નામે બનાવેલી કંપનીના લેટર હેડ પર 12 પેજની સ્યૂસાઇડ નોટ લખી હતી

મકરપુરામાં સમૃદ્ધિ કોમ્પ્લેક્સમાં રહેતા અને લગ્ન બાદ અમદાવાદ બિઝનેસ માટે સ્થાયી થયેલા કુલદીપ શર્માએ વડોદરા પાછા આવીને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના સવા વર્ષ પહેલાની છે, સ્યૂસાઇડ નોટ તેમણે પોતાની કંપની RK એન્ટરપ્રાઇઝના લેટરહેડ પર લખી હતી.કુલદીપની પત્નીનું નામ રેખા છે, જેથી તેમણે બિઝનેસ માટે જે ફર્મ બનાવી હતી તેનું નામ રેખાનો R અને કુલદીપનો K એમ RK એન્ટરપ્રાઇઝ રાખ્યું હતુ.

કુલદીપે લખ્યું હતુ કે મેરા સામાન મેરે ઘર ઔર ઓફિસ મેં હૈ, જો મેરે ઘરવાલો કો સોંપ દિયા જાય. મેરે મોમ, ડેડ કો મેરા ઘર, ઓફિસ કેસર એટલાન્ટા, એસજી હાઇવે અમદાવાદ મેં હૈ, મૈ ઉનકે નામ લીખ રહા હૂં. અમૂલ લોગોને જો ભી લખાણ કિયા હૈ વે જબરદસ્તી કિયા હૈ.મુજે 2 દિન ઘર મેં બંધ કર દિયા થા. મૂડી સે જ્યાદા વ્યાજ લે ચૂકે હૈ, ઇસ લિયે કુછ ભી દેને કો નહીં નિકલતા. મેરે ઘરવાલો કો કોઇ પરેશાન મત કરના.અમિતકાકા બહુત ધમકી દેતે થે. સબ લોગોને મુજે બહોત હેરાન કિયા, કિસિકો મત છોડના. મેરી પૂરી જિંદગી ખરાબ કી હૈ ઇસ લિયે મુજે આત્મહત્યા કરની પડી હૈ. મેરે ખુદ કે ઘરે મેં ભી નહીં જા સકતા બોલો મેં ક્યા કરું. પ્લીઝ કિસિકો મત છોડના, નહીં તો મેરી આત્મા ભટકેગી.

મોમ, ડેડ, આઇ લવ યુ સો મચ, ઉર્વિક આઇ લવ યુ બેબી. સૉરી પાપા. મેરી વાઇફને ઉનકા સાથ દિયા તો મુજે સબસે જ્યાદા દુઃખ હુવા ઔર મેં ટૂટ ગયા. ઉસકે (પત્ની રેખા) અફેર કી બાત જાનને કે બાદ ભી મૈંને બોલા કોઇ નહીં છોડ સબ. ફીર ભી વો અપને મા-બાપ કે કહે મૈં ચલી ગયી, મુજે છોડ કે, વો મુજસે બરદાસ્ત નહીં હુવા. મૈંને ઉસે બહોત પ્યાર કિયા થા, પર વો મુજે પ્યાર નહીં કરતી થી. મેરે ઘરવાલોને મુઝે અમદાવાદ નહીં જાને કો કહા. મગર મેરી પત્ની મુજે અમદાવાદ લે ગઇ, ક્યોંકી ઉસકા બોયફ્રેન્ડ અમદાવાદ મેં થા. મુજે બોલા કી બિઝનેસ કરેંગે, પર મુજે નહીં પતા થા કી યે સબ હોગા. મેરે મોમ ઔર ડેડને રેખા કો ઔર મુજે બોલા થા કી વહાં કુછ ભી હુવા તો ઉસકે જિમ્મેદાર હમ લોગ હી હોંગે.

અમદાવાદ રહેવા ગયો, ત્યારે મને જાણવા મળ્યું કે મારી પત્ની રેખાનો બોયફ્રેન્ડ ગૌરવ બલવિંદરસિંગ થિંદ(રહે. માલિનીપાર્ક સોસાયટી, લિટલ ફ્લાવર સ્કૂલ પાછળ, ચાંદખેડા) અમદાવાદ રહેતો હતો. મને તે અમદાવાદ રહેવા લઈ ગઈ હતી. રેખા ઓફિસેથી ગૌરવને ઘરે મળવા માટે જતી હતી, તેમની વચ્ચે શારીરિક સંબંધ હતા, છતાં આ બધું ભૂલી જઇ રેખાને અપનાવી, પરંતુ તેણે તથા તેના બોયફ્રેન્ડ ગૌરવે મને દગો આપ્યો,જેથી હું ખૂબ જ દુઃખી થઇ ગયો છું. મારે દેવું થઇ જતાં તેણે મારાં માતા-પિતાની હાજરીમાં મને ખરાબ બોલીનેે માર મારવાની ધમકી આપી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch