Sat,27 April 2024,1:47 am
Print
header

AMCનું રૂપિયા 8900 કરોડનું બજેટ રજૂ, 20 નવા ફ્લાયઓવર સહિતની અનેક યોજનાઓ

અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશન કમિશનર વિજય નેહરાએ રૂપિયા 8900 કરોડનું બજેટ ડ્રાફ્ટ રજૂ કર્યું છે, જેમાં મધ્યમ વર્ગે હવે પહેલા કરતા વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે, બજેટ ડ્રાફ્ટમાં 500થી 700 રૂપિયા સુધીનો ટેક્સ વધારો સૂચવવામાં આવ્યો છે, ફ્લેટ કે રોહાઉસમાં રહેતા લોકો માટે પહેલા કરતા વધુ ટેકસ ચૂકવવો પડી શકે છે, જ્યારે બંગલામાં રહેતા લોકોએ પહેલા કરતા વધુ 3 હજાર રૂપિયા જેટલો ઘરવેરો આપવો પડી શકે છે. બજેટમાં ડ્રાફટમાં શહેરમાં 20 નવા ફ્લાયઓવરની જોગવાઇ છે, સાથે જ શહેરને ગંદકીથી મુક્ત કરવા અને પીરાણાંમાં આવેલો કચરાનો ડુંગર હટાવવાની પણ વાતો છે.

બજેટના મહત્વના મુદ્દાઓ 

રૂપિયા 968 કરોડના ખર્ચે 20 ફ્લાય ઓવરબ્રિજ

રૂ.152 કરોડના ખર્ચે ઓવરબ્રિજ

રૂ.700 કરોડના ખર્ચે રોડનું આધુનિકરણ

15 નવા રેલવે અન્ડરબ્રિજ બનાવમાં આવશે

વર્ષ 2022 સુધીમાં પીરાણાને ડુંગરથી મુકત કરવાનું આયોજન 

500 કરોડના ખર્ચે 5 નવા મલ્ટી લેવલ પાર્કિંગ

200 કરોડના ખર્ચે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

405 કરોડના ખર્ચે શારદાબેન, LG હોસ્પિટલનું નવીનીકરણ

278 સ્કૂલોને હાઈટકે કરવા રૂ. 29 કરોડની ફાળવણી

100 હેરિટેજ સાઈટના રેકોર્ડનું ડિજિટાઈઝેશન

ગોતા, નરોડા, નિકોલમાં 50.47 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન

452 કરોડના ખર્ચે 45 તળાવોનું નવીનીકરણ 

205 કરોડના ખર્ચે નવા 14 વોટર ડિસ્ટ્રીબ્યુશન બનાવાશે

દરેક વોર્ડમાં જીમ બનશે 

200 કરોડના ખર્ચે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિટી ગાર્ડન

700 કરોડના ખર્ચે રોડ અને ફૂટપાથ બનાવાશે

સી.જી.રોડના ડિઝાઈન મુજબ દરેક ઝોનમા એક રોડ બનશે 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar