Fri,03 May 2024,9:55 am
Print
header

રૂ.10 લાખની લાંચ માંગી...રખિયાલ પોલીસ સ્ટેશનના એએસઆઇ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને ACBએ આટલી લાંચ લેતા ઝડપી લીધા

અમદાવાદઃ એસીબીએ શહેરમાં વધુ એક ઓપરેશન કર્યું છે.બે પોલીસકર્મીઓએ ફરીયાદી અને તેમના મિત્રો વિરૂધ્ધમાં જુગારનો જામીન લાયક કેસ બનાવવા, પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવા અને હેરાન નહીં કરવા લાંચની માંગ કરી હતી. આરોપી રાજુ ભોપાભાઇ, બ. નં- 4651, હોદ્દો-અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અને અકબરશાહ ફકીરશાહ દીવાન, એ.એસ.આઇ, સર્વેલન્સ સ્કોડ, રખિયાલ પોલીસ સ્ટેશને ફરિયાદી પાસે 10 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

ફરીયાદીએ રકઝક કરતા રૂ.1,35,000 આપવાનું નક્કિ કરાયું હતુ, લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. રખિયાલ પોલીસ સ્ટેશનના પહેલા માળે ડી સ્ટાફ રૂમની અંદર જ લાંચની રકમ સ્વીકારી અને એસીબીએ એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને અન્ય એક ઓરોપી ફરાર થઇ ગયો છે, જેને એસીબીની ટીમ શોધી રહી છે, ત્યારે પોલીસકર્મીઓને હવે લાખો રૂપિયાની જ લાંચ જોઇએ છે, તેઓની સામે એસીબી પણ સતત કામગીરી કરી રહી છે. ત્યારે તમારી પાસે પણ કોઇ લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છો.

ટ્રેપીંગ અધિકારી: આર.આઇ.પરમાર, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે તથા એ.સી.બી. ટીમ

સુપરવિઝન અધિકારીઃ કે.બી.ચૂડાસમા,
મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch