Sat,04 May 2024,4:53 am
Print
header

શું અહેમદ પટેલના પુત્ર ભાજપમાં જોડાશે ? સીઆર પાટીલ સાથેની તસવીર સામે આવતા ચર્ચાઓ તેજ

ગાંધીનગરઃ કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલની ગુજરાત ભાજપ અધ્યક્ષ સાથેની તસવીરે રાજકારણમાં ચર્ચાઓ શરૂ કરી છે. ફૈઝલ ​પટેલે પોતે આ ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. સાથે તેમને લખ્યું છે કે હું છેલ્લા કેટલાક વર્ષોથી સીઆર પાટીલજી સાથે વાતચીત કરી રહ્યો છું. ફૈઝલ ​​અહેમદ પટેલની આ તસવીર સામે આવ્યાં બાદ વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

આ પહેલા પણ ફૈઝલ કેજરીવાલ સાથેની તસવીરોને લઈને ચર્ચામાં હતા

એવું નથી કે ફૈઝલ પહેલીવાર ફોટોને લઇે લાઇમલાઇટમાં આવ્યાં હોય, આ પહેલા તેઓ અરવિંદ કેજરીવાલ સાથેની તસવીરોને લઈને ચર્ચામાં આવ્યાં હતા. તે સમયે પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ફૈઝલ આપમાં જશે. ફૈઝલે પોતાના ટ્વીટમાં અરવિંદ કેજરીવાલના વખાણ કર્યાં હતા. લખ્યું હતું કે આખરે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલજીને મળીને ગર્વ અનુભવું છું! દિલ્હીના રહેવાસી તરીકે હું તેમની કાર્ય નીતિ અને નેતૃત્વ કૌશલ્યનો મુખ્ય પ્રશંસક છું.

ફૈઝલના ટ્વીટથી કોંગ્રેસની મુશ્કેલી વધી

હવે ફરી એકવાર ફૈઝલનું નવું ટ્વીટ કોંગ્રેસની મુસીબતોમાં વધારો કરવા જઈ રહ્યું છે, કારણ કે અહેમદ પટેલ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના વફાદાર હતા અને ગાંધી પરિવાર પછી પાર્ટીમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવતા હતા. આવી સ્થિતિમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ સાથે તેમના પુત્રની તસવીરો કોઈ નવો સંકેત આપી રહી છે. હવે સવાલ છે કે સોનિયા ગાંધીના સૌથી વફાદાર નેતાઓમાં ગણાતા અહેમદ પટેલનો પુત્ર ભાજપમાં જોડાશે ?

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch