Sat,27 April 2024,2:55 am
Print
header

કોરોનાની મહામારી વચ્ચે સેવાયજ્ઞ, સંત રાજીન્દરસિંહજીની સંસ્થાએ લોકોને કરિયાણાની કીટ આપી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિ છે, તેવામાં સામાન્ય લોકોએ ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે, ત્યારે અમુક સેવાભાવી સંસ્થાઓ દ્રારા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મદદ કરવામાં આવી રહી છે, સાવન કૃપાલ રૂહાની મિશન ગુજરાતના સત્સંગીઓ દ્વારા માનવસેવાના ભાગરૂપે અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલા ગરીબ લોકોને ખાવાપીવાની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યુ હતું, છેલ્લા કેટલાક દિવસોથી લોકડાઉનના લીધે રોજનું રોજ કમાઇને ખાતા પરિવારો સંકટની ઘડીમાં મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે સંત રાજીન્દરસિંહજી મહારાજના માનવ તુ માનવને ઓળખના અભિગમને સેવાદારોએ ચરિતાર્થ કર્યો હતો.

મિશનના સેવાદારોએ ઝોન ઇન્ચાર્જ લલીત કનોજીયાની આગેવાનીમાં સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે ઇસનપુર વિસ્તારના લોકોને કરિયાણાની 1000 કીટ, અઢી હજાર ફૂડ પેકેટની કીટનું વિતરણ કરાયું હતું. જેમાં માસ્ક સહિત સેનેટાઇઝર આપીને કોરોના વાયરસ પ્રત્યે જાગૃતિનો મેસેજ આપવામાં આવ્યો હતો. ત્યારે અમારી પણ તમને અપીલ છે કે જો જરૂર હોય તો જ તમે બહાર નીકળજો, અને દેશને કોરોના સામેની લડાઇમાં મદદ કરજો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar