Wed,24 April 2024,6:14 am
Print
header

પાકિસ્તાનમાં ભૂકંપને કારણે 11 લોકોનાં મોત, 100થી વધુ ઘાયલ- Gujarat Post

કરાંચીઃ અફઘાનિસ્તાનમાં આવેલા જોરદાર ભૂકંપની અસર પાકિસ્તાન, ચીન અને ભારતમાં પણ થઇ છે. પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ સહિત પંજાબ, ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાનના અનેક શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનમાં ભૂકંપને કારણે 11 લોકોના મોત થયા છે અને 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. 

ખૈબર પખ્તુનખ્વાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રાંતમાં છત, દિવાલ અને મકાનો ધરાશાયી થવાની ઘટનામાં બે લોકોનાં મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે. ભૂકંપને કારણે આઠ મકાનોને નુકસાન પહોંચ્યું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનનો હિન્દુકુશ વિસ્તાર હતો. 

સ્વાત જિલ્લામાં 9 લોકોનાં મોત થયા છે, જ્યારે કુલ 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના સ્વાબીમાં ભૂકંપના કારણે એક મકાનની છત ધરાશાયી થઈ હતી. જેમાં એક પરિવારના પાંચ સભ્યો ઘાયલ થયા હતા. ભૂકંપ પછી ભૂસ્ખલનને કારણે બહેરીન-કલામ માર્ગ બંધ થઈ ગયો છે, ટીવી ચેનલ પર પ્રસારિત ફૂટેજમાં ભૂકંપના ડરથી ગભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા. રાવલપિંડીની બજારોમાં પણ ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 77 કિલોમીટર દક્ષિણપૂર્વમાં 6.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પાકિસ્તાનના પેશાવર, કોહત અને સ્વાબીમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. લાહોર, ક્વેટા અને રાવલપિંડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગભરાયેલા લોકો ઘરની બહાર આવી ગયા હતા. પાકિસ્તાનના ગુજરાંવાલા, સિયાલકોટ, કોટ મોમીન, માધ રાંઝા, ચકવાલ, કોહટ અને ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 

મંગળવારે રાત્રે 10.17 વાગ્યે દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાં અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ  અફઘાનિસ્તાનના ફૈઝાબાદ હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યાં હતા. ઉત્તરાખંડ, પંજાબમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch