Sat,27 April 2024,5:33 am
Print
header

કાબૂલ એરપોર્ટ પર તાલિબાનોની દહેશત, અફઘાની લોકો પર કરી રહ્યાં છે ફાયરિંગ

કાબૂલઃ અફઘાનિસ્તાન પર કબ્જો કર્યાં પછી તાલિબાનોએ અફઘાન લોકો પર ક્રૂરતા બતાવી છે. તાલિબાનના આતંકવાદીઓ અફઘાનિસ્તાન છોડવા કાબુલ એરપોર્ટ પહોંચેલા લોકો પર ચાબુક અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલા કરી રહ્યાં છે. કાબૂલ એરપોર્ટ પર ગુરુવારે રાત્રે ફરી ફાયરિંગ થયું હતું. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે અમેરિકન સૈનિકો દ્વારા ભીડને કાબૂમાં રાખવા ચેતવણી રૂપે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. લોકોને એરપોર્ટની અંદર જવા દેવામાં આવતા નથી. 

તાલિબાને અફઘાન સેનાના 4 કમાન્ડરને કંદહારના એક સ્ટેડિયમમાં ભીડની સામે જાહેરમાં મોતને ઘાત ઉતાર્યાં હતા. સૂત્રોના જણાવ્યાં અનુસાર આ ઘટના 15 ઓગસ્ટના રોજ બની હતી. 13 ઓગસ્ટના રોજ આ કમાન્ડરોએ તાલિબાન સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તાલિબાન સમર્થકોએ કંદહારના શાહ વાલી કોટના પોલીસવડા પાચા ખાનની હત્યા કરી છે. તાલિબાન સમર્થકોએ કહ્યું હતું કે પાચાખાન એક ક્રૂર કમાન્ડર હતો, જે તાલિબાન લડવૈયાઓના નખ પણ ઉખેડી નાખતો હતો.માફીની જાહેરાત કરતાં પહેલાં તાલિબાને તેની હત્યા કરી હતી. બીજી તરફ તાલિબાનોએ અહી અનેક મહિલાઓની પણ હત્યા કરી નાખી છે, લોકોમાં દહેશત ફેલાઇ ગઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch