Fri,03 May 2024,9:57 am
Print
header

અમદાવાદમાં ACB ટ્રેપ, વિરાટનગર વોર્ડ ઇન્સ્પેક્ટર રૂ.40 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post

અમદાવાદઃ લાંચીયા બાબુઓ સામે એસીબી કામગીરી કરી રહી છે તેમ છંતા આ લોકોને કોઇનો ડર નથી.એસબીના છટકામાં વધુ એક સરકારી બાબુ ઝડપાયા છે.

એએમસીની પૂર્વ ઝોન કચેરી વિરાટનગરના વોર્ડ ઈન્સપેક્ટર લાંચ લેતા ઝડપાયા છે. વેરો ભરવા બાબતે મળેલી નોટિસનો નંબર કેન્સલ કરવા બાબતે તેમણે લાંચ માંગી હતી. આરોપી વોર્ડ ઇન્સ્પેક્ટર અરવિંદસિંહ ખુમાનસિંહ સિસોદીયાએ રૂપિયા 40 હજારની લાંચ લીધી અને એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા હતા.

હાલમાં જ રખિયાલ પોલીસ મથકમાં કેટલાક લોકો સામે જુગારનો કેસ કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનથી જામીન આપવા, જામીનલાયક કેસ બનાવવા સહિતના કામ માટે રૂ.10 લાખની માંગણી કરાઇ હતી, જેમાં 1.35 લાખ રૂપિયા લેતા એક પોલીસકર્મી ઝડપાયો હતો અને બીજો ફરાર થઇ ગયો હતો.

પોલીસ કોન્સ્ટેબલ અકબર શાહ રૂપિયા સાથે ઝડપાયા હતા અને રાજુ નામનો કર્મી ફરાર થઇ ગયો હતો, આમ અમદાવાદમાં બે જ દિવસમાં એસીબીએ જુદા જુદા ઓપરેશનમાં સરકારી બાબુઓને ઝડપી પાડ્યાં હતા.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch