Sat,27 April 2024,3:59 am
Print
header

ભાજપ સામે મોરચો, શુક્રવારથી આમ આદમી પાર્ટી જન સંવેદના યાત્રાના બીજા ચરણનો કરશે આરંભ

બીજી તબક્કાનો આરંભ ઉંઝા ઉમિયા માતાજી મંદિરથી દર્શન કરીને કરાશે, યાત્રાનું સમાપન દાંડી ખાતે કરાશે

6 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સુધી આ યાત્રા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં યોજાશે.

અમદાવાદઃ રાજ્યમાં ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે આપના કાર્યકર્તાઓની સંખ્યા વધી રહી છે. આમ આદમી પાર્ટી જન સંવેદના યાત્રા શરૂ કરી છે. જેમાં કોવિડમાં મૃત્યુ પામેલા મૃતકોના ઘરે જઇને શ્રધ્ધાજંલી આપી હતી. ખેડૂતોથી માંડીને અનેક લોકોના પ્રશ્નો અંગે પણ માહિતી મેળવી હતી. હવે જન સંવેદના યાત્રાનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. 6 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ જન સંવેદના યાત્રાનો આરંભ ઉંઝા ઉમિયા માતાના દર્શન કરીને શરૂ થશે અને દાંડીએ પૂર્ણ થશે.

જન સંવેદના યાત્રાના બીજા તબક્કાનો આરંભ કાલથી એટલે શુક્રવારથી ઊંઝા ખાતેથી થશે. જે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના રૂટમાં ફરશે.આ યાત્રા મહેસાણા, સાબરકાંઠા , મહિસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને દાંડીના રૂટ પર ગ્રામ્ય વિસ્તારોમાં ફરશે. 

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીનો દાવો છે કે તેમને આ યાત્રા દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો મળી છે. સરકાર પ્રજાલક્ષી કામો કરવામાં નિષ્ફળ છે. આ યાત્રા થકી લોકોને મળીને આમ આદમી પાર્ટી ગુજરાતની પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની સાથે નિર્ણાયક ભૂમિકા ભજવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar