Sat,27 April 2024,8:45 am
Print
header

આમ આદમી પાર્ટી એકશન મોડમાં, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતાંઓને કર્યાં સસ્પેન્ડ, જુઓ લિસ્ટ

અમદાવાદઃ ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારથી તૈયારીઓમાં લાગી ગયા છે. કેટલાક નેતાઓ પક્ષપલટો પણ કરી રહ્યાં છે. આ દરમિયાન રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતાં કાર્યકર્તાઓ અને નેતાઓને સસ્પેન્ડ કર્યાં છે. અમરેલી જિલ્લામાંથી ત્રણ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાયા છે.

આમ આદમી પાર્ટીએ પ્રેસ નોટ બહાર પાડીને ગાંધીનગર જિલ્લામાંથી ગુણવંત પટેલ, સાબરકાંઠામાંથી મનહરદાન ગઢવી, મહેસાણામાંથી હસમુખ પટેલ, ગીર સોમનાથમાંથી ભીખાભાઈ લીંબાણી અને મગનભાઈ ગજેરા, પોરબંદરમાંથી કેયુર જોષી, રાજુ વાળા, આણંદમાંથી રવિ પટેલ, અરવિંદ ગોલ, અમરેલીમાંથી પારસ સોજીત્રા, નાથાલાલ સુખડિયા અને ભરત પટોળિયા, વડોદરામાંથી હિતેષ વોરા, રાજકોટમાંથી વિજયકુમાર શેઠ, મોરબીમાંથી ભરત બારોટ અને જામનગરમાંથી રમેશ કટારમલને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar