Tue,21 May 2024,10:13 pm
Print
header

જેલમાં ખૂંખાર કેદીઓ વચ્ચે રાખવામાં આવ્યાં છે સિસોદિયાને, આપે ભાજપ પર જેલમાં હત્યાનું કાવતરું ઘડવાનો લગાવ્યો આરોપ

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડ પર રાજનીતિ તેજ બની છે. હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.કહ્યું કે આજે મનિષ સિસોદિયા કેન્દ્ર સરકારના ષડયંત્રને કારણે જ જેલમાં છે. તેમને તિહાર જેલમાં જેલ નંબર- 1માં રાખવામાં આવ્યાં છે. જ્યાં ખુંખાર કેદીઓને રખાય છે. ભાજપ અમને દિલ્હીમાં હરાવી શકી નહીં. શું વડાપ્રધાન આ પરાજયનો બદલો આ રીતે લેશે ? વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર મામલે કેમ ચૂપ છે ? અત્યારે આ ષડયંત્ર ટોચના નેતાઓની હત્યા સુધી પહોંચી ગયું છે. અમે તેની નિંદા કરીએ છીએ. 

તેમણે કહ્યું કે જ્યારે જેલ નંબર 1 દેશના સૌથી ખતરનાક અને હિંસક કેદીઓ છે. ટીવી અને અખબારોમાં તેમની હિંસાના સમાચાર અવારનવાર જોવા મળે છે. આ ગુનેગારો માનસિક રીતે બિમાર છે, તેઓ નાના ઇશારાથી કોઈની હત્યા કરી શકે છે. અમે ભાજપના રાજકીય પ્રતિસ્પર્ધી છીએ. પરંતુ શું આ પ્રકારની દુશ્મનાવટ રાજકારણમાં થાય છે ? કોર્ટના આદેશથી સિસોદિયાને સ્પેશિયલ સેલમાં રાખવાના હતા, પરંતુ તેમને આવા ખતરનાક ગુનેગારો સાથે કેમ રાખવામાં આવી રહ્યાં છે ? આજે અમારી પાસે સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન નથી, પરંતુ એક ચિંતા એ પણ છે કે શું કેન્દ્ર સરકાર પણ રાજકીય હત્યાઓ કરી શકે છે. 

સાંસદ સંજયસિંહે આરોપ લગાવ્યો હતો કે દારૂ કૌભાંડમાં ન તો માથું છે કે ન તો પગ. આમ છતાં મનિષ સિસોદિયાના ઘર, , બેંકના ખાતાઓની તપાસ કરાઇ, કંઇ મળ્યું નથી, બે ચાર્જશીટમાં સિસોદિયાના નામનો ઉલ્લેખ નથી. તેમ છંતા તેમને જેલમાં નાખી દેવાયા છે.

સંજયસિંહે વધુમાં જણાવ્યું કે, 'કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યના પુત્રના ઘરેથી 8 કરોડ રૂપિયાની રોકડ મળી હતી. પરંતુ ઇડી અને સીબીઆઇ ત્યાં પહોંચી શકી નથી, "હું નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે શું તમે અને તમારી પાર્ટી નફરતથી ભરેલા છો . વડાપ્રધાને એવો નિયમ બનાવવો જોઈએ કે ઇડી અને સીબીઆઇએ મૃતકોની પણ પૂછપરછ કરે, ઇડી અને સીબીઆઇને કબર ખોદવામાં મૂકો અને લાકડીઓ વડે મૃતકોની પૂછપરછ કરો. લાલુ પ્રસાદ યાદવ સારવાર બાદ 7 મહિને પરત ફર્યાં, તેઓ કિડનીની બીમારીથી પીડિત છે. અને આવા સમયે જ લાલુ યાદવના ઘરે પૂછપરછ કરવા માટે સીબીઆઇ પહોંચી ગઇ.

શું છે મામલો ?

મનિષ સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ સીબીઆઈએ ધરપકડ કરી હતી. આ કાર્યવાહી દિલ્હી સરકારની વિવાદિત દારૂ નીતિમાં કથિત કૌભાંડના કેસમાં કરવામાં આવી હતી. લગભગ છ મહિનાની તપાસ બાદ સીબીઆઈ દ્વારા સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીની કેજરીવાલ સરકારે 17 નવેમ્બર 2021 ના રોજ નવી આબકારી નીતિ લાગુ કરી હતી. દિલ્હી સરકારે નવી આબકારી નીતિ લાવીને માફિયા શાસન સમાપ્ત કરવાની દલીલ કરી હતી. આનાથી સરકારની આવકમાં પણ વધારો થશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch