Wed,01 May 2024,12:32 am
Print
header

પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર પ્રતિબંધ મૂકી દીધો છે, સરકારે દેશમાં સુરક્ષાની ચિંતાઓને ટાંકીને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં X પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન સિંધ હાઈકોર્ટે સરકારના આ નિર્ણય સામે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સિંધ હાઈકોર્ટે બુધવારે ગૃહ મંત્રાલયને એક સપ્તાહની અંદર એક્સના સસ્પેન્શન અંગેના તેના પત્રને રદ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પાકિસ્તાનમાં 17 ફેબ્રુઆરીથી પ્રતિબંધ

પાકિસ્તાની અખબાર ડૉનના સમાચાર અનુસાર દેશમાં 17 ફેબ્રુઆરીથી X પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. રાવલપિંડીના ભૂતપૂર્વ કમિશનર લિયાકત ચટ્ટાએ મુખ્ય ચૂંટણી કમિશનર અને પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ પર 8 ફેબ્રુઆરીની સામાન્ય ચૂંટણીમાં ધાંધલધમાલમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો

પ્રતિબંધ લાદવો જરૂરી હતો - પાક સરકાર

X પર પ્રતિબંધ મૂક્યાના બે મહિના બાદ ખુલાસો થયો છે. ગૃહ મંત્રાલયના અહેવાલમાં જણાવાયું છે કે Twitter/X પાકિસ્તાન સરકારની કાયદેસરની સૂચનાઓનું પાલન કરવામાં અને Xના દુરુપયોગને લગતી ચિંતાઓને દૂર કરવામાં નિષ્ફળ ગયા, જેના કારણે પ્રતિબંધની જરૂર પડી.

ગુપ્તચર એજન્સીઓના અહેવાલના આધારે નિર્ણય

X (ટ્વિટર) ના પ્રતિબંધનું વર્ણન કરતા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 17 ફેબ્રુઆરીએ ગૃહ મંત્રાલયે ગુપ્તચર એજન્સીઓના અહેવાલ પર આગળના આદેશો સુધી એક્સને તરત જ બ્લોક કરવા કહ્યું હતું.

પ્રતિબંધ પાછળ સરકારનો તર્ક

આ પાછળનું કારણ આપતાં ગૃહ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાનમાં X પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને આપણા દેશની અખંડિતતાના હિતમાં લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ પાસેથી મળેલા અહેવાલોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે અહીં યુવાઓ સોશિયલ મીડિયા મારફતે સરકારની નીતિઓની ટીકા કરી રહ્યાં છે, જેથી હવે સરકાર તેમનાથી ડરવા લાગી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch