ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. મોંઘવારી ચરમસીમાએ છે અને સામાન્ય જનતા ત્રસ્ત છે. પાકિસ્તાનમાં લોટ માટે લાંબી કતારો કોણ ભૂલી શકે છે ? હવે ફરી એકવાર આવો અહેવાલ સામે આવ્યો છે જે દર્શાવે છે કે પાકિસ્તાન ગરીબી તરફ આગળ વધી રહ્યું છે અને તેની સૌથી ખરાબ અસર ત્યાંના સામાન્ય લોકોને ભોગવવી પડી શકે છે. વર્લ્ડબેંક તરફથી રિપોર્ટ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની આર્થિક હાલત ખરાબ થઈ રહી છે.
મુશ્કેલીમાં પાકિસ્તાન
વિશ્વ બેંકે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે રોકડની તંગીવાળા દેશમાં એક કરોડથી વધુ લોકો ગરીબી રેખા નીચે આવી શકે છે. વિશ્વ બેંકની આ આશંકા 1.8 ટકાના ધીમા આર્થિક વિકાસ દર સાથે વધતી જતી મોંઘવારી પર આધારિત છે જે ચાલુ નાણાંકીય વર્ષમાં 26 ટકા સુધી પહોંચી ગઈ છે. વિશ્વ બેંકે તેના અહેવાલમાં સંકેત આપ્યો છે કે પાકિસ્તાન તેના આર્થિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ચૂકી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સતત ત્રણ વર્ષ સુધી નુકસાનમાં રહી શકે છે, જે તેના પ્રાથમિક બજેટ લક્ષ્યાંકથી ઓછું છે.
શાળાએ ન જતા બાળકોની સંખ્યા વધી શકે છે
વિશ્વ બેંકે ચેતવણી આપી છે કે વધતા જતા પરિવહન ખર્ચ તેમજ જીવનનિર્વાહના વધતા ખર્ચને કારણે શાળાએ ન જતા બાળકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. ટકી રહેવાનો પ્રયાસ કરતા પરિવારો માટે બીમારીના કિસ્સાઓમાં સારવારમાં વિલંબ થઈ શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે ગરીબ લોકોની સ્થિતી વધુ બગડી શકે છે. દેશમાં હજારો પરિવારોની સ્થિતી કથળી ગઇ છે, જેને લીધે દેશમાં બીજી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સીરિયામાં હાહાકાર, રાષ્ટ્રપતિ અશદે ભાગવું પડ્યું, બળવાખોરોએ અનેક જગ્યાઓ પર કરી લીધો કબ્જો | 2024-12-08 11:44:47
અમદાવાદ અને મુંબઈ સહિત 7 સ્થળોએ ઇડીના દરોડા, રૂપિયા 13.50 કરોડની રકમ જપ્ત | 2024-12-08 10:38:19
ગાંધીનગર પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા 2 લોકોનાં મોત, પતરાં ચીરી લાશો બહાર કાઢી | 2024-12-08 09:57:39
અમદાવાદઃ તાંત્રિક વિદ્યાના નામે છેતરપિંડી અને હત્યાનું કાવતરું, પોલીસે કર્યો પ્લાનનો પર્દાફાશ | 2024-12-07 09:43:57
રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની બેઠક પરથી ચલણી નોટોનાં બંડલ મળ્યાં, કોંગ્રેસે કહ્યું અદાણી મામલે ધ્યાન ભટકાવવા સરકારે કર્યું ષડયંત્ર | 2024-12-06 14:25:45
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન બે જૂથોમાં જોરદાર અથડામણ, 100 થી વધુ લોકોનાં મોત | 2024-12-03 08:50:53
નાઇજીરીયામાં બોટ પલટી જતાં 27 લોકોનાં મોત, 100 ગુમ થયેલા લોકોની મળી રહી છે લાશો | 2024-11-30 09:10:06
ટ્રમ્પ કેબિનેટના નામાંકિત સભ્યોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, FBI એ તપાસ શરૂ કરી | 2024-11-28 08:35:45
ચક્રવાતી તોફાન ફેંગલ આ રાજ્યોમાં મચાવશે તબાહી, તમિલનાડુમાં રેડ એલર્ટ | 2024-11-28 08:20:36