Sat,27 April 2024,1:34 am
Print
header

વોટસએપથી સંપર્કમાં આવેલા વ્યક્તિએ પરિણીતાની છેડતી કરી

કેટલાંક મહિનાઓથી પરિણીતા સાથે વોટસએપ દ્વારા ચેટીંગ કરતો હતો, એલિસબ્રીજ પોલીસે કરી ધરપકડ

અમદાવાદઃ  શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય પરિણીતાને અજાણી વ્યક્તિ સાથે વોટસએપ (Whatsapp) ચેટીંગ કરવુ ભારે પડ્યુ અને તે વ્યક્તિએ પરિણીતાનું સરનામુ મેળવીને તેની છેડતી કરી હોવાની ચોંકાવનારી ફરિયાદ એલિસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે સ્મિતા (નામ બદલેલ છે) આંબાવાડી વિસ્તારમાં તેના પતિ સાથે રહે છે, તેને ચાર વર્ષનો પુત્ર છે. તેનો પતિ રીક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે. દોઢ વર્ષ પહેલા તેના વોટસએપ પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. જેથી તેણે સામે રીપ્લાય કરીને તેનું નામ પુછતા દશરથ બારૈયા જાણવા મળ્યું હતું. બાદમાં બંને વચ્ચે છેલ્લાં દોઢ વર્ષથી સતત વાતચીત ચાલતી હતી. દરમિયાન લોકડાઉન થતા વાતચીત બંધ થઇ ગઇ હતી અને સ્મિતાએ તેના પરિવારમાં મુશ્કેલી ન પડે તે માટે દશરથને વાતચીત કરવાનું બંધ કરવાનું કહ્યું હતુ. તેમ છંતા તે સતત પરેશાન કરતો હતો.

બુધવારે સવારે સ્મિતા ઘરનું કામ કરી રહી હતી ત્યારે એક વ્યક્તિ સ્મિતાના ઘરનું સરનામુ પુછતો પુછતો પહોચ્યો હતો અને  સ્મિતાને મળીને તેણે પોતાની ઓળખ દશરથ તરીકે આપી હતી.જો કે સ્મિતાએ તેને ચાલ્યા જવાનું કહેતા દશરથે સ્મિતા સાથે છેડતી (molesation) કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સ્મિતાએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભાવનગરના ઉમરાળાના વતની દરશથને ઝડપીને એલિસબ્રીજ પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસે આઇપીસી (IPC)ની કલમ 354, 354 એ, 354 ડી હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar