Sat,27 April 2024,5:36 am
Print
header

WhatsApp એ ભારત સરકાર સામે કરી અરજી, દિલ્હી હાઈકોર્ટમાં થશે સુનાવણી

નવી દિલ્હીઃ ભારત સરકારની નવી નીતિને લઈને ફેસબુક, ટ્વિટર સહિતની એપ પર ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા ઇન્ટર મીડિયરી માટે આઈટી નિયમો હેઠળ ભારત સરકારની નવી ગાઇડલાઇનની સામે  મેસેજિંગ એપ WhatsApp દિલ્હી હાઈકોર્ટમાં ગઈ છે. સમાચાર એજન્સી પીટીઆઈએ કંપનીના પ્રવક્તાનો હવાલો આપીને કહ્યું કે નવી ગાઇડલાઇન અનુસાર WhatsAppને 'ચૅટ'ને ટ્રેસ કરીને ખબર કરવી પડશે કે કોઈ સંદેશ સૌથી પહેલા કોણે પોસ્ટ કર્યો છે.

WhatsAppનું કહેવું છે કે લોકોની ચેટને ટ્રેસ કરવાનું કામ ન માત્ર અસંવૈધાનિક છે, પણ આ લોકોના અધિકારોનું હનન પણ છે.  કોર્ટમાં અપાયેલી અરજી અંગે WhatsAppના પ્રવક્તાએ કહ્યું મેસેજિંગ એપને લોકોની ચેટ ટ્રેસ કરવા માટે કહેવું એટલે WhatsAppના માધ્યમથી મોકલેલા બધા સંદેશ અંગે જાણકારી મેળવવી, તેનાથી ન માત્ર ઍન્ડ-ટૂ-ઍન્ડ એન્ક્રિપ્શન દેવાનું વચન તૂટી જશે, પરંતુ તેનાથી લોકોના અધિકારોનું ઉલ્લંઘન થશે.

અમે પોતાના યૂઝરોની પ્રાયવીસીના અધિકારોને લઈને દુનિયાભરના જાણકારો અને સ્વયંસેવી સંગઠનો સાથે સતત ચર્ચા કરીએ છીએ. સાથે જ આ મામલે લોકોની સુરક્ષાને લઈને વ્યાવહારિક પગલાં પર ભારત સરકાર સાથે વાતચીત પણ કરતા રહીએ છીએ. કંપનીએ કહ્યું કે લોકોની ચૅટ ટ્રેસ કરવાના કામને લઈને નવા આઈટી નિયમોને ન માનવા પર ગુનાહિત મામલાનો ખતરો પણ છે. આ નવી ગાઇડલાઇન એવા સમયે આવી છે જ્યારે નવા આઈટી નિયમો હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓને લોકોની પોસ્ટ્સને લઈને વધુ સતર્ક રહેવા માટે કહેવાયું છે. સાથે જ ભારત માટે ચીફ કંપ્લાએન્સ અધિકારી, નોડલ કૉન્ટેક્ટ પર્સન અને રૅસિડન્ટ ગ્રીવાન્સ અધિકારી નિયુક્ત કરવા માટે કહેવાયું છે. આ વર્ષે ભારત સરકારે ઇન્ફૉર્મેશન ટેકનોલૉજી (ઇન્ટર મીડિયરી ગાઇડલાઇન્સ ઍન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) જાહેર કરી હતી અને કહ્યું હતું કે ફેસબુક, ટ્વિટર, વૉટ્સઍપ અને ઇન્સ્ટાગ્રામ જેવી મોટી કંપનીઓએ 25 મે સુધી આ નિયમોને લાગુ કરવા પડશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch