Sat,27 April 2024,1:44 am
Print
header

પ.બંગાળમાં અમ્ફાન વાવાઝોડાની તબાહીમાં 72 લોકોનાં મોત, મમતાએ મોદીને પ્રવાસ કરવા કહ્યું

કોલકત્તાઃ પશ્વિમ બંગાળ અને ઓરિસ્સામાં અમ્ફાન વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે, બંગાળમાં વાવાઝોડાને કારણે અત્યાર સુધી 72 લોકોનાં મોત થઇ ગયા હોવાનું ટીએમસી સરકારે જણાવ્યું છે, સાથે જ બંને રાજ્યોમાં કરોડો રૂપિયાની સંપત્તિને પણ નુકસાન થયું છે, પ.બંગાળના સીએમ મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંગાળની મુલાકાત લઇને સ્થિતીની સમક્ષી કરવા કહ્યું છે. રાજ્ય સરકારે મૃતકોને પરિવારજનોને 2-2- લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે દેશ આજે મુશ્કેલીની સમયમાં નાગરિકોની સાથે જ છે અને ઓરિસ્સા, પં.બંગાળને તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. સાથે જ તેમને સ્થિતી સામાન્ય થઇ જાય તે માટે પ્રાર્થના કરી છે. 

નોંધનિય છે કે બંગાળમાં 150 કિ.મી કરતા વધુ ઝડપથી આવેલા વાવાઝોડાને કારણે મોટું નુકસાન થયું છે, અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઇ ગયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી કહ્યો છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch