Sat,27 April 2024,9:24 am
Print
header

બેજવાબદાર પીએમ મોદી ! WHO એ કહ્યું ભારતમાં રાજકીય રેલીઓ, ધાર્મિક કાર્યક્રમોથી કોરોના બેકાબૂ બન્યો

ફાઇલ ફોટો

નવી દિલ્હીઃ થોડા જ સમયમાં ભારતમાં કોરોનાના કેસ લાખોમાં થઇ ગયા છે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે રોજના કેસ 3.50 થી 4 લાખની આસપાસ આવી રહ્યાં છે ત્યારે આ સ્થિતી માટે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કહ્યું કે ભારતમાં મોટી બેદરકારીને કારણે આવી ભયાનક સ્થિતીનું નિર્માણ થયું છે, ધાર્મિક કાર્યક્રમો અને રાજકીય પાર્ટીની રેલીઓમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા હતા જેને કારણે કોરોના વકર્યો છે. અમે તમને જણાવી દઇએ કે પીએમ મોદી અને ભાજપના અન્ય નેતાઓએ પશ્વિમ બંગાળ સહિતની ચૂંટણીઓમાં ભવ્ય રેલીઓ કરીને મોટી સંખ્યામાં લોકોને ભેગા કર્યા હતા,ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના નેતાઓએ ભીડ ભેગી કરી હતી.

WHO ના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને એમ પણ કહ્યું છે કે ભારતમાં કોરોના વેરિઅન્ટ ચિંતાજનક છે અને તે ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે જેથી ભારત સરકાર પાસે ઝડપથી રસીકરણ કરવાનો એક માત્ર ઉપાય છે. જેનાથી વધુમાં વધુ લોકોના જીવ બચી શકે છે. અગાઉ અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ મોદી સરકારની નીતિઓની ટીકા કરી ચુકી છે ઇન્ટરનેશનલ મીડિયામાં પણ મોદી સરકારની બેદરકારીઓ અને વધારે પડતા આત્મવિશ્વાસથી ભારતની આવી દુર્દશા થઇ હોવાનું કહેવામાં આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch