Sat,27 April 2024,12:52 am
Print
header

કોહલીએ રચ્યો ઈતિહાસ, વન ડેમાં સૌથી ઝડપી 12 હજાર રન બનાવવાનો સચિનનો રેકોર્ડ તોડ્યો

મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (India Vs Australia) વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વન ડે રમાઈ રહી છે. મેચમાં ભારત ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. ટીમ ઈન્ડિયામાં (Team India) ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ સચિન તેંડુલકરનો (Sachin Tendulkar) મોટો રેકોર્ડ તોડીને પોતાના નામે કરી લીધો છે. કોહલીએ વન ડેમાં સૌથી ઝડપી 12 હજાર રન બનાવવાનો રેકોર્ડ (Fastest 12000 ODI Runs Record) પોતાના નામે કરી લીધો છે.

આજની મેચમાં કોહલીએ 23 રન બનાવવાની સાથે જે આ ઉપલબ્ધિ મેળવી હતી. કોહલીએ 242મી ઈનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીએ વન ડે કરિયરમાં 59.41ની સરેરાશથી રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં કોહલી વન ડેમાં 59 ફિફ્ટી અને 43 સદી મારી ચુક્યો છે.જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 રન છે.

ક્રિકેટના ભગવાન (God of Cricket) ગણાતા સચિન તેંડુલકરે વન ડેમાં 12 હજાર રન બનાવવા 300 ઈનિંગ લીધી હતી. અત્યાર સુધી આ રેકોર્ડ તેના નામે હતો. કોહલી એક બાદ એક સચિનના રેકોર્ડ તોડી રહ્યો હોવાથી થોડા જ વર્ષમાં વન ડેમાં સૌથી વધારે સદી મારવાનો વર્લ્ડરેકોર્ડ પણ પોતાના નામે કરી દેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch