Sat,27 April 2024,7:18 am
Print
header

BJP નેતા ગોરધન ઝડફિયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

જૂનાગઢ: કોરોના વાયરસનું જોખમ હજુ સુધી ટળી ગયું નથી તેમ છંતા નેતાઓ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવતા જોવા  મળી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી. માળીયા હાટીનાના જુથળ ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ બેઠક મળી હતી.બેઠકમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. ખાસ તો ભાજપના કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યાં હતા. કોઈ માસ્ક વગર તો કોઈ માસ્ક નીચે રાખી જોવા મળ્યાં હતા. જયારે બે ગજ દુરીની વાત તો દુર અહીં એક ફુટનું પણ અંતર નહોતું રાખવામાં આવ્યું.સામાન્ય લોકોને માસ્કના નામે  દંડ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરોને સરકારે છુટ આપી છે ? તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઇ રહયા છે. ખાસ તો આ બેઠકમાં ભાજપ નેતા ગોરધન ઝડફિયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો સત્યાનાશ થયો હતો.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાજપ કૉંગ્રેસ બંનેએ તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણી પંચે રાજ્યમાં સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારી શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં આ વખતે ઘણા પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવાના છે.આમ આદમી પાર્ટીએ તો ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે. છોટુ વસાવાની બીટીપી પાર્ટી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે. જો કે બધા નેતાઓએ કોરોનાના નિયમોનું ધ્યાન રાખવું જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar