Wed,08 May 2024,6:21 am
Print
header

GST વિભાગે પકડેલી ટ્રકમાંથી દારૂની 9492 બોટલ મળી, અન્ય માલનું નકલી બિલ પણ મળ્યું- Gujarat Post

વડોદરાઃ સ્ટેટ જીએસટી વિભાગ બિલ વગર માલની હેરાફેરી કરીને ટેક્સ ચોરી કરનારાઓને ઝડપી પાડવાં રનોલી રોડ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન MH-20-CT-3497 નંબરની ટ્રકને રોકવામાં આવી હતી, જેમાં સફેદ પાઉડર ભરેલી પ્લાસ્ટિકની બેગ હતી પરંતુ ડ્રાઇવરે રજૂ કરેલા ઇ-વેબિલ અને અન્ય ડોક્યુમેન્ટસ નકલી હોવાની આશંકા જતા અન્વેષણ-6 ની ટીમે ટ્રકને જપ્ત કરીને તપાસ આદરી હતી, જેમાં નંદેસરી ચોકડી પાસેના એક વજનકાંઠા પર ટ્રકને વજન કરાવવા લઇ જવામાં આવી હતી.

દરમિયાન તપાસ કરતા ટ્રકમાં દેશી બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યાં હતા. જેથી જીએસટી મોબાઇલ સ્ક્વોર્ડે નંદેસરી પોલીસને આ બાબતે જાણ કરી હતી, તે સમયે ડ્રાઇવર ટ્રક મુકીને ફરાર થઇ ગયો હતો, પોલીસે આવીને તપાસ કરતા ટ્રકમાંથી 9492 બોટલો દારૂ અને બિયરના 1200 ટીન મળી આવ્યાં હતા. તેની ઉપર સફેદ પાઉડર ભરેલી 152 બેગ મળી આવી હતી.

હાલમાં પોલીસે ગુનો નોંધીને દારુ ક્યાંથી લવાયો હતો અને ક્યાં લઇ જવાતો હતો તેની તપાસ શરૂ કરી છે, બીજી તરફ નકલી બિલ મામલે જીએસટી વિભાગે પણ તપાસ આદરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch