ઉત્તરાખંડ: અહીં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. નાનકમત્તા બાબા તરસેમ સિંહને ઉધમ સિંહ નગરમાં ગુરુદ્વારામાં બાઇક પર આવેલા હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. જેને લઈ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી હુમલાખોરની શોધખોળ શરૂ કરી હતી.
કાર સેવા ડેરાના વડા નાનકમત્તા બાબા તરસેમ સિંહ (ઉ.વ-60)ને મોટરસાઇકલ પર આવેલા એક અજાણ્યા હુમલાખોરે ગોળી મારી હતી. ગંભીર રીતે ઘાયલ તરસેમ સિંહને સારવાર માટે ખાતિમાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. તરસેમ સિંહને જોવા માટે હોસ્પિટલમાં લોકોની ભીડ ઉમટી પડી હતી.
પોલીસે હુમલાખોરને શોધવા માટે ટીમો બનાવી દીધી છે. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અભિનવ કુમારે કહ્યું અમને આજે સવારે 7 વાગ્યાની આસપાસ માહિતી મળી કે સવારે 6:15-6:30ની વચ્ચે બે માસ્ક પહેરેલા હુમલાખોરો નાનકમત્તા ગુરુદ્વારામાં ઘૂસી ગયા અને કાર સેવા પ્રમુખ બાબા તરસેમ સિંહને ગોળી મારી દીધી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. પરંતુ મને એવા ઇનપુટ્સ મળ્યાં છે કે વધુ ઇજાઓને કારણે તેઓને બચાવી શકાયા નથી. આ એક ખૂબ જ ગંભીર બાબત છે.
પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. એસએસપી પહેલેથી જ ત્યાં છે. ડીઆઈજી પણ ત્યાં પહોંચી રહ્યાં છે, તેઓ ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે અને સ્થાનિકો સાથે વાત કરશે. ઘટનાની તપાસ માટે એક SITની રચના કરી છે - આમાં STF અને સ્થાનિક પોલીસના અધિકારીઓ હશે.
#WATCH | Uttarakhand Director General of Police Abhinav Kumar says, "We received information around 7 am today that between 6:15-6:30 am, two masked assailants entered Nanakmatta Gurdwara and shot Kar Seva Pramukh Baba Tarsem Singh. He was rushed to the hospital in Khatima. But I… pic.twitter.com/OxWBAZrX78
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 28, 2024
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના દબદબા વચ્ચે પણ અહીં ન ખીલ્યું કમળ - Gujarat Post | 2025-02-18 15:22:47
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબજો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
ACB ટ્રેપઃ વસોની પલાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-02-17 21:25:46
અમેરિકાથી હાંકી કાઢવામાં આવેલા ભારતીયોની ત્રીજી બેચમાં 9 અમદાવાદીઓ સહિત 33 ગુજરાતી પરત ફર્યા- Gujarat Post | 2025-02-17 14:56:06
ACB નું ઓપરેશન... હજુ તો નોકરીની શરૂઆત જ છે અને આ PSI એ તોડ કરવાના ચાલુ કરી દીધા | 2025-02-17 08:44:52
અમેરિકાથી 119 ભારતીયોને લઈને આવેલું પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું, 8 ગુજરાતીઓનો સમાવેશ | 2025-02-16 09:26:05
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
Fact Check News: દિલ્હીમાં ચૂંટણી પરિણામો બાદ મેટ્રોના ભાડામાં વધારો થયો હોવાનો આ દાવો ખોટો છે | 2025-02-15 10:13:20
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44
Breaking News: હિંસાગ્રસ્ત મણિપુરમાં આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું, મુખ્યમંત્રી પદેથી બિરેનસિંહે પહેલા જ આપ્યું છે રાજીનામું | 2025-02-13 20:55:49