Fri,03 May 2024,3:58 pm
Print
header

કમોસમી વરસાદથી અમદાવાદ ભીંજાયું, રાજ્યના અનેક વિસ્તારોમાં કરા પડતા ખેડૂતોની ચિંતા વધી

અમદાવાદમાં કમોસમી વરસાદ પડ્યો

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ

રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો

અમદાવાદઃ શહેરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે. અચાનક વાતાવરણમાં બદલાવ આવતા શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યાં છે. શહેરમાં કમોસમી વરસાદથી વાતવારણમાં એકદમ ઠંડક પ્રસરી હતી.

શહેરના પકવાન, એસ.જી હાઇવે, ગોતા, વસ્ત્રાપુર, વેજલપુર, થલતેજ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ગાંધીનગરમાં પણ ઝરમર વરસાદ પડ્યો છે.

રાજ્યના અનેક ગામડાંઓમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના ખેતરમાં ઉભા રવીપાકમાં નુકસાન થવાની શક્યતા  છે. પોરબંદર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ વરસતા ધાણા, જીરું, ઘઉં સહિતના પાકમાં નુકસાનની ભીતી છે. સા

બરકાંઠાના વડાલી અને ઈડર તાલુકા પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. મહેસાણાના બહુચરાજી, ઊંઝા, વિજાપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા લગ્નની સિઝનમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે અચાનક કમોસમી વરસાદને કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch