Fri,26 April 2024,10:29 pm
Print
header

લોકતંત્ર પર સંવાદઃ અમેરિકાએ 110 દેશોને આપ્યું આમંત્રણ, ચીન-રશિયા બાકાત

વોશિંગ્ટનઃ અમેરિકા દ્વારા લોકતંત્ર પર સંવાદ માટે વર્ચ્યૂઅલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 9 અને 10 ડિસેમ્બરે આ કાર્યક્રમ યોજાશે, આ માટે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને વિશ્વના 110 દેશોને આમંત્રણ આપ્યું છે.પરંતુ ખાસ વાત એ છે કે અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં ચીન તથા રશિયા જેવા અનેક મોટા દેશ બાકાત છે.

અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં ચીનને આમંત્રણ અપાયું નથી.જ્યારે અમેરિકાએ તાઇવાનને સમિટમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. ઉપરાંત અમેરિકાના હરિફ રશિયાને પણ સ્થાન નથી આપ્યું, દક્ષિણ એશિયાથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાને પણ લિસ્ટમાંથી બહાર રાખ્યા છે. જ્યારે નાટોના સભ્ય તુર્કીને પણ લિસ્ટમાંથી બાકાત રાખ્યું છે.

અમેરિકા તરફથી આ સમિટમાં સામેલ થવા ભારતને આમંત્રણ મોકલાયું છે. પાકિસ્તાન અને ઈરાનને પણ બાઇડેને આમંત્રણ આપ્યું છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે તાઇવાનને લિસ્ટમાં સ્થાન મળ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch