Sat,27 July 2024,10:21 am
Print
header

વિધાન પરિષદની ચૂંટણીમાં UPમાં 4 બેઠકો પર લહેરાયો ભગવો, મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો- Gujarat Post

લખનઉઃ યુપી અને મહારાષ્ટ્રમાં MLC (વિધાન પરિષદની) ચૂંટણી યોજાઈ હતી. યુપીની પાંચ બેઠકો પર 30 જાન્યુઆરીએ આ ચૂંટણી યોજાઈ હતી, આ ચૂંટણીની મતગણતરી બાદ પરિણામો સામે આવ્યાં છે, જેમાં પાંચમાંથી ચાર બેઠકો પર ભાજપનો વિજય થયો છે અને એક બેઠક અપક્ષને મળી છે. ફરીથી અહીં યોગી આદિત્યનાથનો જાદુ ચાલ્યો છે.

યુપીમાં ભાજપે ચાર સીટો જીતી લીધી છે, કાનપુર ટીચર બ્લોકમાં અપક્ષ ઉમેદવાર રાજ બહાદુર સિંહ ચંદેલ છઠ્ઠી વખત જીત્યા છે. આ બેઠકો પર ભાજપ અને સપા વચ્ચે સીધો મુકાબલો હતો. એમએલસીની પાંચ સીટોનો કાર્યકાળ 12 ફેબ્રુઆરીએ પૂરો થશે. જે બેઠકો પર ચૂંટણી યોજાઈ છે તેમાં ગોરખપુર-ફૈઝાબાદ સ્નાતક બેઠક, કાનપુર-ઉન્નાવ શિક્ષક મતવિસ્તાર, કાનપુર વિભાગની સ્નાતક બેઠક, ઝાંસી-પ્રયાગરાજ મતવિસ્તાર અને બરેલી-મુરાદાબાદ સ્નાતક બેઠક છે. પાંચ MLC સીટો માટે 60 થી વધુ ઉમેદવારો મેદાનમાં હતા.

બીજી તરફ મહારાષ્ટ્રમાં ભાજપને માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડયો છે. મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 5 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. જ્યાં ભાજપનો એક જ બેઠક પર વિજય થયો છે. જ્યારે અન્યમાં વિપક્ષો જીત્યાં છે.

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch