Sat,27 April 2024,4:45 am
Print
header

ભાજપે મુલાયમસિંહ યાદવના પરિવારમાં ભંગાણ કરાવી દીધું, પુત્રવધુ અપર્ણા યાદવની ભાજપમાં એન્ટ્રી- Gujarat Post

(BJPમાં સામેલ થયા અપર્ણા યાદવ)

અપર્ણા યાદવ 2017માં લખનઉની કેંટ સીટથી ચૂંટણી લડ્યા હતા

સમાજવાદી પાર્ટીના ઉમેદવાર બીજેપીના ઉમેદવાર રીટા બહુગુણા જોશી સામે હારી ગયા હતા

અર્પણા અનેક વખત મોદી, યોગીની કરી ચુક્યા છે પ્રશંસા

લખનઉઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (up elections 2022) પહેલા ભાજપે મોટો ખેલ પાડ્યો છે. સમાજવાદી પાર્ટીના (Samajwadi party) દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિહ યાદવના (mulyam singh Yadav) પુત્રવધૂ અપર્ણા યાદવ (aparna yadav) વિધિવત રીતે ભાજપમાં સામેલ થઈ ગયા છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહે તેમનો ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે. આ પ્રસંગે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય(Keshav prasad Maurya) પણ હાજર હતા. અર્પણા યાદવને બીજેપીનું સભ્યપદ અપાવીને બંનેએ સપા, અખિલેશ યાદવ પર શાબ્દિક પ્રહાર કર્યો હતો.

અર્પણા યાદવ મુલાયમસિંહ યાદવના બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવના  પત્ની છે. પ્રતીક અને અપર્ણા વર્ષો સુધી પ્રેમ સંબંધમાં રહ્યાં, 2011માં તેઓએ લગ્ન કરી લીધા હતા. અપર્ણા યાદવને યોગી સરકારે વાય કેટેગરીની સુરક્ષા આપી છે. અપર્ણાએ અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી ત્યારે જ તેમના ભાજપમાં જોડાવાના સંકેતો મળી ગયા હતા. અપર્ણા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ અવાર નવાર વખાણ પણ કરી ચુક્યા છે.  

અપર્ણા યાદવ 2017માં લખનઉની કેંટ સીટથી ચૂંટણી લડ્યા હતા.જોકે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર બીજેપીના ઉમેદવાર રીટા બહુગુણા જોશી સામે હારી ગયા હતા. અપર્ણાને આશરે 63 હજાર વોટ મળ્યા હતા. રીટા બહુગુણા જોશી સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી થઈ હતી, 2019માં પેટા ચૂંટણીમાં ભાજપના સુરેશ ચંદ તિવારી ધારાસભ્ય બન્યા હતા. ત્યારે હવે આ નવી રાજનીતિથી એસપીના અખિલેશ યાદવ માટે નવી મુશ્કેલી ઉભી થઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch