Sat,27 April 2024,3:56 am
Print
header

કેપિટલ બિલ્ડિંગમાં હિંસા પર Twitterની કાર્યવાહી, ટ્રમ્પનું એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ

વોશિંગ્ટનઃ અમેરિકામાં ગુરૂવારના રોજ કેપિટલ બિલ્ડિંગમાં થયેલી હિંસાને લઇ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરે કહ્યું છે કે વધુ હિંસા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

અગાઉ ટ્રમ્પના ફેસબુક (Facebook) અને ઇન્સ્ટાગ્રામ (Instagram)એકાઉન્ટ્સ પર ઓછામાં ઓછા બે અઠવાડિયા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વાતની પુષ્ટિ ફેસબુક ચીફ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg) એ પોસ્ટ લખીને કરી હતી. ઝુકરબર્ગે લખ્યું કે ટ્રમ્પને પોસ્ટ મુકવા દેવું ખૂબ જ જોખમી છે.

ટ્વિટરે કહ્યું કે અમે ટ્રમ્પના એકાઉન્ટની તાજેતરના ટ્વીટ્સની નજીકથી સમીક્ષા કરી. ત્યારબાદ અમે જોયું કે તેમના ટ્વીટ્સને કંઇ રીતે લેવામાં આવી રહ્યાં છે. અમે આગળના જોખમને લીધે તેમના એકાઉન્ટને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે ટ્વિટરની આ કાર્યવાહી બાદ ટ્રમ્પ હવે  એકાઉન્ટને ખોલી શકશે નહીં. તેમના ટ્વીટ્સ અને પ્રોફાઇલ ફોટાઓ દૂર કરવામાં આવ્યાં છે.

અગાઉ વોશિંગ્ટન ડીસીમાં થયેલી હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખીને ટ્વિટરે તેમના ટ્વિટર હેન્ડલને લોક કરી દીધું હતું, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી હતી ટ્વિટરે જણાવ્યું છે કે વોશિંગ્ટન ડીસીમાં ચાલી રહેલી હિંસક ઘટનાઓના પરિણામે ડોનાલ્ડ ટ્રમ્પના ત્રણ ટ્વીટસને દૂર કરવાની જરૂર છે, કારણ કે આ ટ્વીટ્સ અમારી સિવિક ઇન્ટિગ્રિટી પોલિસીનું ઉલ્લંઘન કરે છે. 

ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ પર પોસ્ટ કરેલા વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ કેપિટલ (સંસદ) પર તોફાન કરનારાઓ ઉપદ્રવીઓને ઘરે જવાની અપીલ કરતા પહેલાં ‘આઇ લવ યુ’ કહ્યું હતું. એટલું જ નહીં તેમણે અમેરિકન રાષ્ટ્રપતી ચૂંટણીમાં છેતરપિંડીના પોતાના જુઠ્ઠા દાવાની ફરીથી વાત કરી હતી. ટ્રમ્પ સમર્થકોએ  કેપિટલ બિલ્ડિંગ (યુએસ સંસદ ભવન) પર હુમલો કર્યો હતો, જે દરમિયાન હિંસા થઈ હતી જેમાં 5 લોકોનાં મોત થયાં હતાં. યુએસમાં  જો બાઇડન રાષ્ટપતિ પદની શપથ લેવાના છે તેના પહેલા ટ્રમ્પના સમર્થકોએ હોબાળો કર્યો હતો ટ્રમ્પ પણ પોતાની હાર સ્વીકારી રહ્યાં નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch