Sat,27 April 2024,9:23 am
Print
header

Trumpની વધી મુશ્કેલીઓ, બીજી વખત મહાભિયોગનો પ્રસ્તાવ પાસ થયો

અમેરિકાના ઇતિહાસની સૌથી શરમજનક રાજકીય ઘટના પૈકીની એક

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય પહેલા જ મુશ્કેલીઓ વધી છે. તેમની સામે બીજી વખત મહાભિયોગનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. મહાભિયોગ પ્રસ્તાવ દરમિયાન પક્ષમાં 232 અને વિપક્ષમાં 197 વોટ પડ્યા હતા. 10 રિપબ્લિક સાંસદોએ પણ મહાભિયોગના પક્ષમાં વોટ આપ્યો હતો. હવે 19 જાન્યુઆરી સેનેટમાં પ્રસ્તાવ લાવવામાં આવશે. સાથે જ ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસમાં એક જ કાર્યકાળમાં બે વખત મહાભિયોગ લાવવામાં આવ્યો હોય તેવા પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. ટ્રમ્પ પર મહાભિયોગની ચર્ચા દરમિયાન અમેરિકન ગૃહના સેનેટ નેન્સી પલોસીએ કહ્યું અમે જાણીએ છીએ કે અમેરિકાના રાષ્ટ્રપતિએ રાજદ્રોહ માટે ભીડને ઉશ્કેરી હતી. તેથી તેમને પદ પરથી હટાવવા જોઈએ. તેઓ દેશ માટે ખતરો છે.

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું, ગત અઠવાડિયે આપણે આપણી લોકશાહી પર અભૂતપૂર્વ હુમલો જોયો. આપણા દેશના ઇતિહાસમાં આપણે જે કંઈપણ જોયું છે તેનાથી વિરુદ્ધ હતું. વ્હાઇટ હાઉસે મહાભિયોગ પ્રસ્તાવને અમેરિકાના ઇતિહાસની સૌથી શરમજનક રાજકીય ઘટના પૈકીની એક ગણાવી હતી.

મહાભિયોગ અંગે ટ્રમ્પે કહ્યું કે આ દેશમાં ભયંકર ગુસ્સાનું કારણ બનશે. જો કે ટ્રમ્પને પોતાની જ પાર્ટીના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. રિપબ્લિકન સેનેટર ચેની કહે છે કે અમેરિકા સાથે આટલો મોટો દગો કોઈ રાષ્ટ્રપતિએ કર્યો નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch