Sat,27 April 2024,8:35 am
Print
header

Tokyo Paralympics: નોયડાના DM સુહાસ યથિરાજે જીત્યો સિલ્વર મેડલ, PM મોદીએ કહ્યું- અસાધારણ પ્રદર્શન

Tokyo Paralympics 2021: ભારતીય બેડમિન્ટન ખેલાડી અને ગૌતમ બુદ્ધ નગરના જિલ્લાધિકારી સુહાસ એલ યથિરાજ ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા છે. તેમણે પુરુષ સિંગલ્સ એલએસ 4 ફાઈનલમાં ફ્રાંસના વર્લ્ડ નંબર 1 લુકાસ મજૂરને 63 મિનિટમાં 25-21, 21-17, 21-15થી હરાવ્યાં હતા. 38 વર્ષીય સુહાસે પેરાલિમ્પિકની બેડમિન્ટન ઈવેન્ટમાં પ્રમોદ ભગતના ગોલ્ડ બાદ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. ટોક્યો રમતોત્સવમાં ભારતના મેડલની સંખ્યા 18 થઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુહાસની જીત બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે સેવા અને રમતનો અદભુત સંગમ. સુહાસ યથિરાજે તમે અસાધારણ પ્રદર્શન કરીને સમગ્ર દેશની કલ્પના પર કબ્જો કરી લીધો છે. બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન, ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.

સુહાસ યથિરાજે ગ્રુપ-એમાં તેના બંને મુકાબલા જીતીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ મેચમાં સુહાસે જેન નિકલસ પોર્ટને 21-9, 21-3થી હાર આપી હતી. જે બાદ બીજા મુકાબલામાં ઈન્ડોનેશિયાના હેરી સુસાંચોને 21-6. 21-12થી હાર આપી હતી.અંતિમ ગ્રુપ મેચમાં સુહાસની વર્લ્ડ નંબર 1 લુકાસ મજૂર સામે હાર થઈ હતી. સેમી ફાઈનલ મુકાબાલમાં સુહાસે ઈન્ડોનેશિયાના ફ્રેડી સેતિયાવાનને 21-9, 21-15થી હાર આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch