Fri,03 May 2024,11:51 pm
Print
header

લાલ કૃષ્ણ અડવાણી, ચૌધરી ચરણ સિંહ સહિત આ 5 હસ્તીઓને ભારતરત્ન સન્માન એનાયત કરાયું

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ આજે પાંચ પ્રતિષ્ઠિત હસ્તીઓને ભારતરત્ન સન્માન એનાયત કર્યું છે. જેમાં બે ભૂતપૂર્વ વડાપ્રધાનો (મરણોત્તર) અને ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે સવારે 11 વાગ્યે સન્માન સમારોહ યોજાયો હતો.જ્યાં પીએમ મોદી સહિતની અનેક હસ્તીઓ હાજર હતી, ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને પી.વી. નરસિમ્હા રાવ, જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથન અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને સન્માનિત કરવામાં આવ્યાં છે.

આ કાર્યક્રમમાં સીએમ નીતિશ પણ હાજર હતા

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ સમારોહમાં હાજરી આપવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર તેમના પિતાના સન્માનનો વારસો લીધો હતો. કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારતરત્નથી સન્માનિત કરવા અંગે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાને કહ્યું કે અમે બધા લાંબા સમયથી જનનાયક કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની માંગ કરી રહ્યાં હતા. કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવા બદલ હું રાષ્ટ્રપતિ અને પીએમ મોદીનો આભાર માનું છું.

ચૌધરી ચરણ સિંહ-કર્પૂરી ઠાકુર સહિત 4 હસ્તીઓને મરણોત્તર એવોર્ડ

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું, અમારા ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ ગરુને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તે જણાવતા આનંદ થાય છે. એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજનેતા તરીકે નરસિમ્હા રાવ ગરુએ વિવિધ ક્ષમતાઓમાં ભારતની વ્યાપક સેવા કરી છે. તેમઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, સાંસદ અને વિધાનસભાના સભ્ય તરીકે ઘણા વર્ષો સુધી તેમના કાર્ય માટે સમાન રીતે યાદ કરવામાં આવે છે. દેશને આર્થિક રીતે ઉન્નત બનાવવામાં અને દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે મજબૂત પાયો નાખવામાં તેમનું દૂરંદેશી નેતૃત્વ મહત્વપૂર્ણ હતું.

ચૌધરી ચરણ સિંહને સન્માન આપવાની જાહેરાત કરતા પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યાં છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે તેમનું આખું જીવન ખેડૂતોના અધિકારો અને કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું.

પીએમ કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનને ભારત રત્ન આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે લખ્યું કે, આ ખૂબ જ આનંદની વાત છે કે ભારત સરકાર M.S. સ્વામીનાથન જીને આપણા દેશમાં કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં નોંધપાત્ર યોગદાન માટે ભારત રત્નથી સન્માનિત કરી રહી છે. તેમણે ભારતને આત્મસન્માન મેળવવામાં મદદ કરી છે. પડકારજનક સમયમાં કૃષિ નિર્ભરતા ઘટાડવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે ઉત્તમ પ્રયાસો કર્યાં હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch