Sat,27 July 2024,10:45 am
Print
header

તેલંગાણા વિધાનસભા ચૂંટણીઃ સવારે 10 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન, 2290 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ – Gujarat Post

3 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે

ફિલ્મ અભિનેતા શ્રીકાંત, વેંકટેશ દગ્ગુબાતીએ કર્યું વોટિંગ

જનગાંવમાં ભાજપ-બીઆરએસના કાર્યકર્તાઓમાં બબાલ

તેલંગાણાઃ વિધાનસભાની કુલ 119 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યના 3.26 કરોડ મતદારો 35,655 મતદાન મથકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. સીએમ કે ચંદ્રશેખર રાવ સહિત 2,290 ઉમેદવારોનું ભાવિ ચૂંટણીમાં દાવ પર છે. અનેક બુથ પર વહેલી સવારથી જ મતદારોએ લાઈનો લગાવી છે. જનગાંવમાં ભાજપ અને બીઆરએસના કાર્યકર્તમાં બબાલ થઈ હતી. સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 10 ટકા જેટલું મતદાન થયું છે.

રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો સહિત 109 પક્ષોના કુલ 2,290 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 221 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. કુલ 103 ધારાસભ્યો આ વખતે ફરીથી ચૂંટણી લડી રહ્યાં છે, જેમાંથી મોટાભાગના સત્તાધારી બીઆરએસના છે. મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ ગજવેલ અને કામરેડ્ડી એમ બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ગજેવાલમાં તેઓ ભાજપના નેતા એટલા રાજેન્દ્ર સામે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવન્ત રેડ્ડી કામરેડ્ડીમાં કેસીઆર સામે ચૂંટણી લડી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં તેલંગાણાના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. પીએમએ કહ્યું, હું તેલંગાણાની મારી બહેનો અને ભાઈઓને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના તહેવારને મજબૂત કરવા માટે આહ્વવાન કરું છું. હું ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch