Sat,04 May 2024,10:36 am
Print
header

તોડબાજ સસ્પેન્ડેડ CPI તરલ ભટ્ટ દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી, અનેક જગ્યાએ તોડબાજી કરી હોવાનું આવ્યું સામે

જૂનાગઢઃ માણાવદરથી તોડકાંડનો કિસ્સો પ્રકાશમાં આવ્યાં બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસની કામગીરીને લઇને સવાલો ઉભા થઇ રહ્યાં છે. ATSને આ સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી છે, પોલીસની છબી બચાવવા આવા તોડબાજો સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. રાજ્ય પોલીસ વડાએ ઉચ્ચ અધિકારીઓને મૌખિક સૂચના આપી છે કે, ભાગેડુ જાહેર થયેલા બંને પોલીસ ઇન્સ્પેક્ટરોને આકાશ પાતાળમાંથી પણ શોધી લાવો.

ગુજરાત એટીએસ,CID ક્રાઈમ,SMC સહિતની રાજ્યની ટોચની એજન્સીઓ પોલીસ વડાની મૌખિક સૂચનાથી કામ પર લાગી ગઈ છે. તમામ અધિકારીઓ પોતાના નેટવર્કને સક્રિય કરીને ફરાર આરોપીઓની ધરપકડ કરવા કામે લાગી ગયા છે. ફરાર સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ અને સસ્પેન્ડેડ એસઓજી પીઆઇ એ. એમ. ગોહિલને ઝડપી લેવા માટે અન્ય રાજ્યોની પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે. 

આ દરમિયાન સસ્પેન્ડ કરાયેલા CPI માણાવદર તરલ ભટ્ટ દ્વારા આગોતરા જામીનની અરજી કરવામાં આવી છે. જૂનાગઢ સેસન્સ કોર્ટમાં આ અરજી કરી છે. તરલ ભટ્ટ અને તેની આ તોડબાજ મંડળી ભૂગર્ભમાં ઉતરી જઈને પોતાના આકાઓ સાથે મદદ માટે હાથ લંબાવી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

સસ્પેન્ડ થયેલા માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ એ એમ ગોહિલ અને એસએસઆઈ દીપક જાની સહિતના સ્ટાફ દ્વારા કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો ધરાવતા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને ઈડી અને ઈન્કમટેક્ષ વિભાગમાં રિપોર્ટ કરવાની ધમકીઓ આપીને લાખો રૂપિયાનો તોડ કરવાના કેસમાં એટીએસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.

અમદાવાદમાં પણ તરલ ભટ્ટે નોકરી દરમિયાન લાખો રૂપિયાનો તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ તોડબાજો પહેલાથી જ લોકોને લૂંટી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch