Fri,26 April 2024,10:54 pm
Print
header

અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ હુર્રિયત કોન્ફરન્સમાંથી આપ્યું રાજીનામું

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદી સંગઠન ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફોરન્સના સૌથી મોટા નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું  છે. એક ઓડિયો મેસેજમાં તેમણે કહ્યું હુરિયત કોન્ફોરન્સની હાલની સ્થિતિને જોતા મેં અલગ થવાનો નિર્ણય લીધો છે. આ અંગે હુર્રિયતના તમામ લોકોને વિગતે પત્ર લખીને જાણ કરવામાં આવી છે. 90 વર્ષના ગિલાની પાર્ટીના આજીવન ચેરમેન હતા.

ગિલાની લાંબા સમયથી બિમાર

ગિલાનીની તબિયત છેલ્લા થોડા મહિનાઓથી સારી નથી.તેમને હાર્ટ, કિડની અને ફેફસામાં તકલીફ છે. ફેબ્રુઆરીમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ઘણીવાર તેમની તબિયતને લઈને અફવાહો પણ ઉડાવવામાં આવી હતી.

હુર્રિયત કોન્ફોરન્સ કાશ્મીરમાં સક્રિય તમામ નાના-મોટા અલગાવવાદી સંગઠનોનો મંચ છે. જમ્મુ-કાશ્મીરમાં 1987માં ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફોરન્સ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી હતી. નેશનલ કોન્ફોરન્સને 40 અને કોંગ્રેસને 26 સીટ મળી. અબ્દુલ્લાએ સરકાર બનાવી. આ ચૂંટણીમાં વિરોધી પાર્ટીઓની મુસ્લિમ યુનાઈટેડ ફ્રન્ટને માત્ર 4 સીટ મળી હતી. પછીથી કોંગ્રેસ અને નેશનલ કોન્ફોરન્સના ગંઠબંધનના વિરોધમાં ખીણમાં 13 જુલાઈ 1993ના રોજ ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફોરન્સની સ્થાપના કરવામાં આવી હતી. તેનું કામ ઘાટીમાં અલગાવવાદી આંદોલનને વધારવાનું હતું.જો કે કાશ્મીરમાંથી ધારા 370 હટાવી લેતા હવે અલગાવવાદીઓની મુશ્કેલીઓ વધી ગઇ છે આ લોકો અહીં દેશ વિરોધી કામો કરીને પાકિસ્તાનને સપોર્ટ કરતા હતા.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch