Fri,26 April 2024,11:22 pm
Print
header

આહીર સમાજના અગ્રણી મથુર બલદાણીયા આપમાં જોડાયા, ભાજપની વધી ચિંતા

સુરતઃ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાત લગાવી રહી છે. અનેક નામચીન નેતાઓ, સમાજ સેવકો આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ રહ્યાં છે. સુરત આહીર સમાજના મંત્રી અને વર્ષોથી સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આહીર સમાજનો જાણીતો ચહેરો મથુર બલદાણીયા આમ આદમી પાર્ટીમાં જંગી કાફલા સાથે જોડાતાં ભાજપની ચિંતા વધી છે. 

મથુર બલદાણીયા સામાજિક રીતે સર્વ સમાજ સાથે, ગરીબ લોકોના આરોગ્ય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે વર્ષોથી જોડાયેલા છે. મથુર બલદાણિયા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી, મહામંત્રી મનોજ સોરઠીયાની હાજરીમાં 1500 જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. તેમની સાથે બક્ષી પંચ સમાજ અને પટેલ સમાજના 200 જેટલા કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.

મથુર બલદાણીયા આપમાં જોડાવાથી સુરતના વરાછા અને રાજુલા, મહુવામાં સહિત આહીર સમાજ પ્રભાવિત તમામ જિલ્લામાં ભાજપની વોટબેંકને અસર થઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar