Fri,03 May 2024,8:49 am
Print
header

સુરતમાં વધુ એક હૃદય ધબકારા ચૂકી ગયું, 40 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત- Gujarat Post

(Demo Pic)

સુરતઃ શિયાળાની ઠંડી સાથે રાજ્યમાં હાર્ટએટેકના કેસોમાં પણ વધારો થયો છે. કોરોના કાળ પછી હાર્ટ એટેકના કિસ્સા ઘણા વધી ગયા છે. દરમિયાન સુરતમાં પણ વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા 40 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો હતો.

આ યુવક ઘરેથી નોકરીએ જવા નીકળ્યો હતો તે સમયે અચાનક ચાલતા ચાલતા ઢળી પડ્યો હતો. જેથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

બે દિવસ પહેલા રતના અડાજણ વિસ્તારમાં ખાનગી શાળામાં નોકરી કરતા 50 વર્ષીય શિક્ષિકા મનિષાબેન પટેલનું હાર્ટ એટેકથી મોત થયું હતું. શિક્ષિકા રાત્રે ઊંઘી ગયા હતા, બાદમાં સવારે ઉઠ્યા જ નહીં, ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા તેમનું મોત થઈ ગયું. સવારે તેઓ ઉઠ્યા નહીં આથી પરિવારે 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. શિક્ષિકાને કોઈ પ્રકારની બીમારી પણ ન હતી.  

આણંદ તાલુકાના બાકરોલ સ્થિત કોલેજમાં નર્સિંગના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા અને ત્યાં હોસ્ટેલમાં જ રહેતા 20 વર્ષીય યુવકને હાર્ટ-એટેક આવતાં આણંદની જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જોકે ત્યાં કાર્ડિયોલોજીની સુવિધા જ ન હોવાથી વિદ્યાર્થીને કરમસદની હોસ્પિટલમાં રીફર કરવા માટે લઈ જવાયો હતો, પરંતુ ત્યાં હોસ્પિટલ પહોંચતાં પહેલાં રસ્તામાં જ આ તેણે દમ તોડ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch