Sat,27 April 2024,10:22 am
Print
header

રાજ્ય સરકારની મોટી જાહેરાત, વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને વેક્સીનેશનમાં અપાશે પ્રાથમિકતા

ગાંધીનગરઃ રાજ્યમાં હાલ કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. કોરોનાથી બચવા વેક્સીનેશન જ સૌથી મોટો ઉપાય છે  ત્યારે હવે અભ્યાસ માટે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કોરોના વેક્સીનેશનમાં પ્રાથમિક્તા અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે  આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા વિદેશ જઈ રહ્યાં છે. જેથી આવા વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં કોઈ અડચણ ઉભી ન થાય એ માટે કોરોના વેક્સીનેશનમાં અગ્રતા અપાશે. આ માટે જિલ્લા કલેકટર્સ અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર્સને જવાબદારી સોંપવામાં આવી છે. રૂપાણીએ કહ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. અભ્યાસ માટે આગામી મહિનાઓમાં વિદેશ જઇ રહેલા જિલ્લાના વિદ્યાર્થીઓએ અગ્રતાના ધોરણે વેક્સિન લેવા પોતાના આઈ-20 ફોર્મ અથવા DS-160 ફોર્મ અથવા તો વિદેશની જે તે યુનિવર્સિટી કે કોલેજનો એડમિશનના કન્ફર્મેશન લેટર સાથે રૂબરૂ કલેકટરનો સંપર્ક કરવાનો રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar