Sat,27 April 2024,10:08 am
Print
header

શ્રીલંકાએ 1000 ઇસ્લામિક સ્કૂલો બંધ કરી નાખી, બુરખા પર પણ લગાવી દીધો પ્રતિબંધ

શ્રીલંકાઃ થોડા સમય પહેલા જ શ્રીલંકામાં આતંકી હુમલામાં અનેક લોકોનાં મોત થઇ ગયા હતા ત્યારથી શ્રીલંકાની સરકાર હવે કટ્ટરવાદીઓ સામે કડક પગલા ભરી રહી છે. જેમાં હવે બુરખા પહેરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને 1000 ઇસ્લામિક સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. 

અગાઉ સ્વિત્ઝરલેન્ડ સરકારે પણ બુરખા પર પ્રતિબંધ મુકી દીધો હતો અને હવે શ્રીલંકાએ પણ આ જ કામ કર્યું છે. સાથે જ સ્કૂલોમાં પણ શંકાસ્પદ ગતિવિધીઓને જોતા 1000 સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. વર્ષ 2019માં ઇસ્ટર ચર્ચ સહિતની જગ્યાઓ પર આતંકી હુમલામાં 250 જેટલા લોકોના મોત પછી સરકારે સુરક્ષા વધારી દીધી છે અને અનેક નવા નિયમો અમલમાં મુક્યાં છે. 2019 હુમલામાં બુરખાધારકની ભૂમિકા બાદ સરકારે બુરખા પર પ્રતિબંધની કાર્યવાહી તેજ બનાવી હતી દેશની સુરક્ષાને લઇને સરકારે આ નિર્ણય કર્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch