Sat,27 April 2024,5:35 am
Print
header

નવી સરકાર, શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે વિક્રમસિંઘેની પસંદગી– Gujarat Post

(તસવીર સૌજન્યઃ એએનઆઈ)

કોલંબોઃ શ્રીલંકામાં ચાલી રહેલા આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે સંસદમાં દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી, જેમાં વિક્રમસિંઘેની જીત થઇ છે. રાષ્ટ્રપતિ માટે ત્રિકોણીય હરીફાઈ હતી,  ધારાસભ્યોએ ઉમેદવાર તરીકે કાર્યવાહક રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સહિત ત્રણ નામોનો પ્રસ્તાવ મૂક્યો હતો.

રાનિલ વિક્રમસિંઘે (73), દુલ્લાસ અલ્હાપેરુમા (63) અને અનુરા કુમારા ડિસનાયક (53) આ ત્રણ નામો રાષ્ટ્રપતિ પદ માટે ધારાસભ્યોએ પ્રસ્તાવિત કર્યાં હતા. અલ્હાપેરુમા કટ્ટર સિંહાલી બૌદ્ધ રાષ્ટ્રવાદી છે અને શાસક શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) પક્ષના સભ્ય છે. મુખ્ય વિપક્ષી નેતા એસ. પ્રેમદાસાએ સમર્થન આપીને પોતાનું નામ પાછું ખેંચી લીધું હતુ. બીજી બાજુ દિસનાયકે ડાબેરી જનતા વિમુક્તિ પેરામુના (JVP) ના અગ્રણી સભ્ય છે. પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ઉત્તરાધિકારી હવે મળી ગયા છે.તેઓ હવે નવેમ્બર 2024 સુધી કાર્યકાળ માટે સેવા આપશે.

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવા સંસદમાં પહોંચેલા વિપક્ષના નેતા સાજીથ પ્રેમદાસાએ ટ્વીટ કર્યું હતુ કે, "અમે ભ્રષ્ટાચાર વિરોધી, બધા માટે સમૃદ્ધિ, વિશ્વસનીય અને પારદર્શક સરકારને સમર્થન આપીશું." પ્રેમદાસાએ ગઈકાલે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.

223 સભ્યોની સંસદમાં બે સાંસદો ગેરહાજર રહ્યાં હતા અને કુલ 219 મતો માન્ય રખાયા હતા. 4 મતો અમાન્ય જાહેર થયા હતા. વિક્રમસિંઘે અગાઉ બે વખત રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ચૂક્યાં છે, હવે તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch