Sat,27 July 2024,4:21 pm
Print
header

રાહુલ ગાંધીનું પીએમ મોદી પ્રત્યેનું ઝેર ખતરનાક બની રહ્યું છેઃ સ્મૃતિ ઈરાની- Gujarat Post

(photo: ANI)

નવી દિલ્હીઃ સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવ્યાં બાદ તેમનું સાંસદ પર રદ કરાયું છે. જે બાદ કોંગ્રેસ દ્વારા દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં છે.  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યાં છે. કહ્યું કે રાહુલ ગાંધીએ એક મેગેઝીન ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીની તાકાત એક મોટી ઈમેજ છે અને રાહુલે 4 મે 2019ના રોજ એક મેગેઝીન ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે જ્યાં સુધી હું તે ઈમેજને નષ્ટ નહીં કરું ત્યાં સુધી હું ચૂપ નહીં રહું, ગાંધી પરિવારે સત્તામાં રહીને પીએમ મોદીની છબી ખરાબ કરવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ ન તો મોદી પ્રત્યેના લોકોના પ્રેમને ઘટાડી શક્યા કે ન તો જનતાનું સમર્થન મેળવી શક્યા.

ઉપરાંત સ્મૃતિએ કહ્યું કે રાહુલ ગાંધીનું પીએમ મોદી પ્રત્યેનું ઝેર દેશ પ્રત્યે અપમાનમાં ફેરવાઈ ગયું છે. પીએમ મોદીનું અપમાન કરવાના પ્રયાસમાં રાહુલ ગાંધીએ સમગ્ર ઓબીસી સમુદાયનું પણ અપમાન કર્યું છે,આ પહેલીવાર નથી કે ગાંધી પરિવારે દલિત અથવા પછાત સમુદાયના લોકોનું અપમાન કર્યું હોય. આદિવાસી પરિવારની મહિલા રાષ્ટ્રપતિ બની ત્યારે પણ ગાંધી પરિવારના આદેશથી કોંગ્રેસીઓએ દ્રૌપદી મુર્મુનું અપમાન કર્યું હતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી પર પ્રહાર કરવા માટે રાહુલ ગાંધી વિદેશમાં જઇને ખોટું બોલે છે. દેશની સંસદમાં પણ ખોટું બોલ્યાં. રાહુલ ગાંધીનું ટાર્ગેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. પરંતુ મોદીનું ટાર્ગેટ દેશનો વિકાસ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch